ધરપકડ: દાહોદ LCBએ MPના 2 યુવકોને 4 બાઇક-3 પિસ્ટલ સાથે ઝડપ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
છાયણ ચોકડી ઉપર હથિયારો વેચવાની ફિરાકમાં ઝડપાયો. - Divya Bhaskar

છાયણ ચોકડી ઉપર હથિયારો વેચવાની ફિરાકમાં ઝડપાયો.

  • બાલવાસાની ખુંખાર વાહન ચોરી ગેંગના બે ઝડપાયા
  • બાઇક અને પિસ્ટલ મળી રૂા.1.75 લાખના મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લાની ચાકલીયા બોર્ડર ઉપરથી મધ્યપ્રદેશની બાલવાસા વાહન ચોરીની ગેંગના યુવકને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી તેની વધુ પુછપરછ કરતાં છાયણ ચોકડી ઉપર ગે.કા. હથિયાર વેચવાની ફિરાકમાં આવેલા સાગરીતને ત્રણ પિસ્ટલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો.

દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ, પી.એસ.આઇ. પી.એમ.મકવાણા, એમ.એમ.માળી તથા સ્ટાફ ગતરોજ ચાકલીયાના એમ.બી.બોર્ડરના ગામોમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની કોમ્બીંગમાં બાતમી આધારે મધ્યપ્રદેશના બાલવાસા તરફથી ચાકલીયા બોર્ડર તરફ શંકાસ્પદ નંબર વગરની પેશન મોટર સાયકલ ચાલકને વોચ ગોઠવી ઝડપી પુછપરછમાં તેને મધ્યપ્રદેશના બાલવાસાની વાહન ચોરી ગેંગનો સાગરીત મેઘનગરના ચરેલ નાળ ફળીયાનો મંજુર દિનેશ ભુરીયા જણાવ્યું હતું. તથા ગેંગના સાગરીતો ભેગા મળી ચોરેલી મોટર સાયકલ વેચવા અનાસ નદીના પટમાં ઝાડી જંગલમાં છુપાવી રાખી હોવાનું કબલ્યુ હતું.

પંચમહાલના કાલોલથી, ગોધરાથી, ઝાલોદથી અને લીમખેડાથી ચોરી કરેલી 1,30,000 લાખની ચાર મોટર સાયકલ જપ્ત કરી હતી. તેની ગેંગના મધ્યપ્રદેશના બાલવાસા વાહન ચોરીની ગેંગનો મુખ્ય સાગરીત બાલવાસાનો આરોપી પિતર જોગડા પારગી છાયણ ચોકડી ઉપર હથિયારોની ડીલ કરવા આવવાનું જણાવતાં એલ.સી.બી. પી.આઇ. તથા પી.એસ.આઇ. અને ટીમે છાયણ ચોકડી ઉપર વોચ ગોઠવી થેલીમાં સંતાડી રાખેલા હથિયારો દેશી હાથ બનાવટની ત્રણ માઉઝર (પિસ્ટલ) સાથે ઝડપી પાડ્યો હતો.

માઉઝર સાથે ઝડપાયેલા આરોપીનો પૂર્વ ઇતિહાસ
ગેંગના ચોરી અગાઉ દાહોદ રૂરલ તેમજ સુખસર પોલીસ સ્ટેશનમાં હથિયારની ડીલ કરવાના ગુનામા નાસતો ફરતો તેમજ ઝાલોદ, લીમખેડા અને પંચમહાલના કોલોલ તથા ગોધરા, અમદાવાદ રૂરલમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના મળી કુલ સાત ગુનાઓમાં વોન્ટેડ હતો.

ચોરીની બાઇક સાથેના સાગરીતનો પૂર્વ ઇતિહાસ
બાલવાસા મધ્યપ્રદેશ વાહન ચોરીની ગેંગનો સાગરીત છે જેમાં કુલ 5 સભ્યો છે. જેઓ ભુતકાળમાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી તેમજ પેટ્રોલ પંપ લૂંટ, એસ.આર.પી. જવાનની એસ.એલ.આર. બંદુકની ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાઇ ચુક્યો છે. જામીન ઉપર મુક્ત થઇ વાહન ચોરીના ગુનાઓને અંજામ આપતા. તેમજ ચોરીના વાહનો વેચવા માટે ગ્રાહકો શોધની સક્રિય ભુમિકા ભજવતો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: