ધરપકડ: દાહોદ જિલ્લામાં ચોરી અને દારૂની હેરાફેરીમાં ફરાર ત્રણ ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકારત્મક તસ્વીર
- LCBએ કોમ્બિંગ કરી પકડ્યા ,પોલીસ મથકે સોંપ્યા
દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરી અને દારૂની હેરાફેરીના ગુનામાં ફરાર ત્રણ યુવકોને એલસીબીએ બાતમીના આધારે કોમ્બિંગ કરીને ઝડપી પાડ્યા હતાં. આ ત્રણેને સબંધિત પોલીસ મથકે સોંપી દેવામાં આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જ ડીઆઇજી એમ.એસ ભરાડા અને એસ.પી હિતેશ જોયસરની સુચનાથી દાહોદ એલસીબી પીઆઇ બી.ડી શાહ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કોમ્બિંગનું આયોજન કર્યુ હતું. બાતમી મળતા દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામમાં રહેતાં ભોલાભાઇ કૈલાશભાઇ સીસોદીયાને ઝડપવામાં આવ્યો હતો.
ભોલાભાઇ દાહોદ તાલુકા પોલીસ મથકના મારામારી અને દારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યુ હતું. તેવી જ રીતે ધાનપુર પોલીસ મથકની હદના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર કાણાકૂવા ગામના જવસિંગ વરસિંગ ડામોરને પણ તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
દેવગઢ બારિયા પોલીસ મથકની હદના દારૂની હેરાફેરીના ગુનામાં બે વર્ષથી ફરાર હાથીયાવન ગામનો મનસુખ મડીયા ઉર્ફે મુળિયા મેડા દુધિયા ચોકડી ઉપર આવનાર હોવાની બાતમી મળી હતી. તેના આધારે વોચ ગોઠવીને મનસુખને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ત્રણે વોન્ટેડ આરોપીઓને સબંધિત પોલીસ મથકે સોંપી દેવામાં આવતાં તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Related News
કાર્યવાહી: દાહોદમાં વેચાતું ધાણા દાળનું પેકેટ મિસબ્રાન્ડેડ નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
ક્રાઇમ: ઉધાવળામાં વોટ નહીં આપતાં બચકું ભરી આંગળી જુદી પાડી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
Comments are Closed