ધરપકડ: ઝુસાથી સાગી લાકડા ભરીને જતી વાન ચાકીસણાથી ઝડપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
ઝુસાથી સાગી લાકડા ભરી જતી પીકઅપને ફિલ્મી ઢબે પીછો કરી વનવિભાગે ચાકીસણાથી ઝડપી પાડી
- ખાટલા, બારી, દરવાજા, રંધા મશીન મળ્યા
- 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સંજેલી તાલુકાના ઝુસા ડેડીયાથી ગેરકાયદેસર પિકઅપ ગાડીમાં સાગી માલ ભરી લઈ જવાતો હોવાની બાતમીના આધારે વન વિભાગે ફિલ્મીઢબે પીછો કરી ચાલક અને ગાડી માલિકની મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
સંજેલી તાલુકામાં મોટાભાગે ડુંગરાળ અને જંગલ વિસ્તાર આવેલા છે. હાલ તો વાતાવરણ અને ઝરમર વરસાદમાં તકનો લાભ લઈ ઝુસામાં ગેરકાયદેસર 20મીના રોજ વહેલી સવારે પીકઅપ ગાડીમાં સાગી લાકડાં લઈ જવાતો હોવાની મળેલી બાતમીના આધારે સંજેલીના રાકેશ વણકરે સ્ટાફ સાથે દોડી જઈ વહેલી સવારે ચાર વાગ્યે વોચ ગોઠવી હતી. બાતમીવાળી પીકઅપ નીકળતાં જ ફિલ્મી ઢબે પીછો કરી લગભગ દસ કિ.મી.બાદ ચાકીસણાથી ઝડપી પાડી હતી. જે બાદ તપાસ કરતાં તેમાંથી સાગી લાકડાના બારી દરવાજા સાઇજો મળી આવતા વન વિભાગના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં.
ચાલક શૈલેષભાઈ નટવર પીકઅપ માલિક શંકરભાઈ નારસીંગભાઇ બારીયા પાસે પાસ પરમીટ માંગતા કોઈ આધાર પુરાવો મળી ન આવતા સંજેલી વન વિભાગે લાવ્યા બાદ વધુ પૂછપરછ કરાતાં ઝુસા ગામના દિપક છગનભાઇ રાવતનું હોવાનું જણાવતાં તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ કરતા ઘરેથી રંધા મશીન મળી આવ્યું હતું. તે પણ જપ્ત કરી સંજેલી વનવિભાગ ખાતે લાવવામાં આવ્યું હતું.
આમ સંજેલી વન વિભાગે પચાસ હજાર રૂપિયાનો સાગી માલ ચાર લાખની પિકઅપ અને એક લાખનો રંધા મશીન મળી કુલ 5,50,000ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સંજેલી આરએફઓ રાકેશ જે વણકરે હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed