ધરપકડ: ઝાલોદ હિરેન પટેલ હત્યા કેસમાં વધુ એકની હરિયાણાથી ધરપકડની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે

ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની 27 સપ્ટેમ્બરે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે અજાણ્યા વાહન ચાલક ટક્કર માર્યા બાદ ફરાર થઈ ગયો હતો. હિરેન પટેલને સારવાર અર્થે વડોદરા લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હિરેન પટેલના પુત્ર પંથે રાજકીય અદાવતમાં હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી હત્યાના મુખ્ય આરોપી ઝાલોદના અજય કલાલની સંડોવણી બહાર આવી હતી. અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હત્યા માટે 4 લાખની સોપારી આપી હતી. પોલીસે અજય કલાલ સહિત કુલ 6ની ધરપકડ કરી હતી.

પરંતુ હત્યા પાછળ મોટા માથાની સંડોવણીની આશંકા સાથે ગુજરાત ATS, સાયબર ક્રાઈમ સહિતની અનેક ટીમો તપાસમાં જોતરાઈ હતી અને ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ATSના અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ઝાલોદ ખાતે બેઠક પણ કરી હતી. હત્યામાં સંડોવાયેલ ઝાલોદના ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ATS એ હરિયાણાના મેવાત ખાતેથી ધરપકડ કરી હોવાની ચર્ચા ચાલતા ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: