ધરપકડ: છરછોડાના યુવક પાસેથી માઉઝર જપ્ત, રૂપિયા 10000ની માઉઝર અને બૂલેટ સાથે રૂા.95050નો મુદ્દામાલ જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
માઉઝર સાથે ઝડપાયેલો યુવક. - Divya Bhaskar

માઉઝર સાથે ઝડપાયેલો યુવક.

  • એલસીબી પડાવ ચોકી પાસે ત્રણ રસ્તા પર વોચમાં આરોપી ઝડપાઇ ગયો

દાહોદ એલ.સી.બી.એ પડાવમાંથી શંકાસ્પદ લાગતા બુલેટ ચાલકને પાસેથી માઉઝર, એક કારતુસ તથા મોબાઇલ તેમજ બુલેટ મળી આવતા તેની ધરપકડ કરી હતી. રૂપિયા 95,050ના મુદ્દામાલ જપ્ત કરી શહેર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ એલ.સી.બી.ને ગતરોજ છરછોડા ગામનો એક વ્યક્તિ માઉઝર પિસ્તોલ લઇને જીજે-20-એપી-1262 નંબરની બુલેટ ઉપર દાહોદ આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગતરોજ બપોરના સમયે પડાવ ચોકી પાસે ત્રણ રસ્તા પર વોચમાં હતા.

તે દરમિયાન બાતમી વાળી બુલેટ આવતા ચાલક છરછોડા ગામના વિક્રમ દીપસિંગ પલાસને ઘેરી લઇ રોકી તેની અંગઝડતી લેતાં તેની પાસેથી કમ્મરમાં ખોસી રાખેલ હાથ બનાવટની માઉઝર તેમજ એક કારતુસ મળી આવી હતી. રૂપિયા 10,000ની કિંમતની માઉઝર તેમજ એક કારતૂસ અને 5 હજારની કિંમતનો મોબાઇલ તથા રૂપિયા 80,000ની કિંમતની બુટેલ ગાડી મળી 95,050ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી દાહોદ શહેર પોલીસ મથકે તેની સામે ગુનો નોંધાવ્યો હતો. શહેર પોલીસ દ્વારા યુવકની ઘનિષ્ઠ પુછપરછ કરાઇ રહી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: