ધરપકડ: ચૈડિયા અને બાવકામાંથી રૂા.80,800નો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા, દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • બાવકામાં ઝડપાયેલા 1 સહિત 3 સામે ગુનો

લીમખેડા પોલીસ મથકના પોસઈ ડી.જી. વહુનીયા તથા સ્ટાફ બાતમીથી ચૈડિયા ગામનાં અનન શનુભાઇ માવીના ઘરે પ્રોહી. છાપો મારતા ઘરમાંથી રૂા.39840ની કિંમતનો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો 300 જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગરબાડા તાલુકાના બાવકા ગામના ગામતળ નવા ફળિયામાં હિમસિંહ બાબર વાગુલ તથા વેચાત કાળુ બારીયા સાથે મળી હિમસિંહ બાબર વાગુલે લાવી આપેલો દારૂનો મોટો જથ્થો પોતાના ઘરમાં રાખી વેચાણ કરતો હોવાની બાતમીથી જેસાવાડા પોલીસે તેના ઘરે રેઇડ કરતા હિમસિંહ બાબર વાગુલ હાજર મળતા તેને સાથે રાખીને ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂ બિયરની નાની મોટી કુલ 432 બોટલો જેની કિંમત રૂપિયા 40,800નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થા સાથે હિમસિંહ બાબર વાગુલની ધરપકડ કરી જેસાવાડા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: