ધરપકડ: ચીલાકોટામાં તીરમારો, ફાયરિંગ કરી ધાડમાં સામેલ એક ઝડપાયો
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
ચીલાકોટામાં તીરમારો, ફાયરીંગ કરી ધાડમાં સામેલ આરોપી દિવાળી કરવા ઘરે આવતાં LCBએ ઝડપી પાડ્યો હતો.
- આંબલી ખજુરીયાનો મિતેશ પલાસ ઘરે આવ્યો હતો, 17 જુલાઇના રોજ 10થી 15 જેટલા ધાડપાડુઓ દ્વારા 62 હજારના પશુધનની લૂંટ કરવામાં આવી હતી
લીમકેડાના ચીલાકોટાના એક ફળિયામાં રાત્રીના સમયે 10 થી 15 જેટલા શખ્સોએ તીરમારો તેમજ બંદુક વડે ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી બકરા, ભેંસ તેમજ ગાય મળી 62 હજારની ધાડમાં સામેલ ખજુરીયા ગેંગના એક શખ્સને દાહોદ એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો.લીમખેડામાં ચીલાકોટામાં તા.17 જુલાઇના રોજ રાત્રીના સમયે 10 થી 15 જેટલા અજાણ્યા ઇસમોએ ફળીયામાં તીરમારો તેમજ ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી બકરા, ભેંસ તેમજ ગાય મળી કુલ 62 હજારની ધાડ પાડનાર આરોપીઓને શોધી કાઢવામાં માટે પંચમહાલ ગોધરા રેન્જના મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની સુચના અને દાહોદ એસ.પી. હિતેશ જોયસરના માર્ગદર્શનમાં આરોપીને શોધી કાઢવા માટે એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ.મકવાણાએ બનાવવાળી જગ્યાની મુલાકાત લઇ જુદી જુદી ટીમો બનાવી સતત કાર્યરત હતા.
જેમાં આજરોજ પી.આઇ., પી.એસ.આઇ. તથા સ્ટાફના માણસો જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કોમ્બીંગ જેસાવાડા તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધાડના ગુનવામાં સંડોવાયેલ ખજુરીયા ગેંગનો નાસતો ફરતો આરોપી ગરબાડાના આંબલી ખજુરીયા ખાડા ફળિયાનો મિતેશ ગલાલ પલાસ દિવાળીનો તહેવાર કરવા તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી. પોલીસે કોમ્બીંગ કરી તેને ઘરેથી ઝડપી પાડ્યો હતો તેની ઘનિષ્ઠ પુછપરછ કરતાં ચીલાકોટાની ધાડની કબુલાત કરી હતી.
આરોપીનો પૂર્વ ઇતિહાસ
ભુતકાળમાં પણ લૂંટ,ધાડ તેમજ પાયરીંગ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જિલ્લા તેમજ આંતર જિલ્લાના ગુનાઓમાં પકડાઇ ચુક્યા બાદ જામીન ઉપર મુક્ત થયા પછી ફરીથી આ ગેંગમાં સામેલ થઇ લૂંટ, ધાડ તેમજ ફાયરીંગ જેવા ગુનાઓને અંજામ આપતો હતો. તેમજ જેસાવાડાના બે અને ગરબાડા પોલીસ મથકના એક મળી ત્રણ ગુનામાં નાસતો ફરતો હતો.
પકડાયેલા ખજુરીયા ગેંગના સાગરીતોની આ છે મોડસ ઓપરેન્ડી
ધાડ પાડતા પૂર્વે દિવસ દરમિયાન આ ગેંગના સાગરીતોએ સ્થળ જગ્યાની રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા મળી લાકડીમ તીરકામઠા, બંદુક જેવા મારક હથિયારોથી સજ્જ થઇ રેંકી કરેલ જગ્યા બાનમાં લઇ ધાડ પાડતા અને કોઇ સામનો કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી પાયરીંગ કરી ગુનાને અંજામ આપી ઘરમાં બાંધી રાખેલ ઢોરની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed