ધરપકડ: ઘોડીયામાં EVM તોડફોડના વધુ બેને LCBએ ઝડપી પાડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ત્રણેને કોર્ટમાં રજૂ કરી 9મી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા

ઝાલોદ તાલુકાના ઘોડીયામાં ઇવીએમ તોડફોડની ઘટનામાં વોન્ટેડ બે યુવકોને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી ત્રણેયને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તા.9મી સુધીના રિમાન્ડ મજુર કરતાં પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના બુથમાં તા.28મીના રોજ ત્રણ વ્યક્તિઓએ લાકડીઓ લઇ પ્રવેશ કરી ઇવીએમની તોડફોડ કરી ધિંગાણુ મચાવી ભાગવા જતાં શાળાની બહાર ઉભેલા લોકોએ ત્રણ પૈકી એક યુવકને ઝડપી પાડ્યો હતો.

ટોળામાંથી કોઇકે તેના માથામાં લાકડી મારતાં ઘાયલ થયો હતો. પોલીસને સોંપતા ચાકલિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ ભાગી ગયેલા બે વ્યક્તિઓને ઝડપી પાડવા દાહોદ એલ.સી.બી.ને જવાબદારી સોંપતા પી.આઇ. બી.ડી.શાહએ જુદી જુદી ટીમો બનાવી ઝડપાયેલા અસલમ અલીની સઘન પુછપરછ કરી હતી. તેની પાસેથી ભાગેલા બન્ને યુવકોને મોબાઇલ નંબરો મેળવી અને બાતમીના આધારે ગુરૂવારના રોજ ઝાલોદના ફતેપુરા રોડ ઉપર રહેતા મોહસીનખાન હનીફખાન મકરાણી તથા ગરાડુ ગામે રહેતો સાજીદ શબ્બીરભાઇ સૈયદને ઝાલોદમાંથી ઝડપી પાડ્યા હતા. અને ત્રણેયના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ રિપોર્ટ નેગેટીવ આવતાં ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તા.9 સુધીના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે ત્રણેયની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: