ધરપકડ: ઘુઘસમાં બે વર્ષીય દીકરીનું અપહરણ કરનાર કુટુંબી દિયર સહિતના આરોપીઓ ઝડપાયા
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- ભાભીએ બીભત્સ માગણીને વશ નહિ થતાં દીકરીનું અપહરણ કરાયું હતું
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના ખુંટા ફળિયામાં રહેતી 23 વર્ષિય કુટુંબી ભાભી પાસે જઇ દિયર આનંદ મલજી પારગીએ બિભત્સ માગણી કરી હતી. ત્યારે ભાભીએ તેની અઘટીત માગણીને વશ નહિ થતાં તેના પતિ સહિતના સાસરીયાઓ પોલીસમાં ફરિયાદ આપતાં જતા હતા. ભાભીએ તેની બે વર્ષની છોકરીને પોતાની નણંદ પાસે ઘરે મુકીને ગયા હતા.
ભાભી પોલીસમાં ફરિયાદ આપવા ગયા હોવાનું દિયર આનંદ મલજી પારગીને જાણ થતાં પ્રકાશ ઉર્ફે પતરેશ હકરા પારગી, પપ્પુ ચમન પારગી, સંદીપ ખમા પારગી મોટર સાયકલ ઉપર ભાભીને ઘરે જઇ તેની બે વર્ષિય બાળકીનું અપહરણ કરી રાજસ્થાનના સેન્ડગડુલી ગામે જતા રહ્યા હતા. અપહ્યુત બાળકી તથા આરોપીઓને શોધવા ફતેપુરા પીએસઆઇ સી.બી.બરંડાએ ત્રણ ટીમો બનાવી તપાસ કરતા બાળકીને લઇને આરોપીઓ રાજસ્થાનના સેન્ડગડુલી ગામે હોવાનું જાણવામળતા પીએસઆઇ સી.બી. બરંડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી મંજૂરી મેળવી પીએસઆઇ તથા પોલીસની ટીમના મુકેશકુમાર ઉદેસિંહ, વિનુજી મેરૂજ, કલ્પેશકુમાર ડાહ્યાભાઇ, પિન્ટુભાઇ સુભાષભાઇ, દિપકકુમાર ચન્દ્રસિંહ તથા લાલસંગભાઇ વિરકાભાઇ સાથે રાજસ્થાનના સેન્ડગડુલી ગામે જઇ છટકુ ગોટવી અપહ્યુત 2 વર્ષિય બાળકીને આરોપીઓને કબ્જામાંથી સહીસલામત છોડવી આનંદ મલજી પારગી, પ્રકાશ ઉર્ફે પતરેશ હકરા પારગી તથા પપ્પુ ચીમન પારગીને ઝડપી પાડ્યા હતા.
આરોપી કુટુંબી દિયરનો ગુનાઇત ઇતિહાસ
ફતેપુરામાં ચાર અને લુણાવાડા પોલીસ મથકમાં એક મળી કુલ 5 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં બળાત્કાર, મારામારી, છેડતી, અપહરણ, દુષ્કર્મ, ધિંગાણુ અને ચોરી જેવા ગુના નોંધાયેલા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed