ધરપકડ: ઘરફોડ ચોરીમાં સામેલ કિશોર સહિત બે આરોપીઓ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ એલ.સી.બી.એ ઝડપી પાડેલા આરોપી તથા આરોપીઓ પાસેથી રિકવર કરાયેલો મુદ્દામાલ. - Divya Bhaskar

દાહોદ એલ.સી.બી.એ ઝડપી પાડેલા આરોપી તથા આરોપીઓ પાસેથી રિકવર કરાયેલો મુદ્દામાલ.

  • 11 ગુના ડિટેક્ટ કરી 2,52,500નો મુદ્દામાલ રિકવર કર્યો
  • દાગીના તથા 3 બાઇક અને 4 સબમર્સિબલ મોટર કબજે લીધી

દાહોદ એલ.સી.બી.એ કોમ્બીંગ હાથ ધરી રાજ્ય અને આંતરરાજ્યમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરી પોલીસને હાથ નહી લાગેલા બાળ કિશોર સહિત બે આરોપીઓને ઝડપી પાડી 11 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા. દાગીના, બાઇક તથા સબમર્સિબલ મોટર મળી કુલ 2,52,500નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.એલસીબી પીઆઇ બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ. મકવાણા, એમએમ.માળી તથા સ્ટાફ જેસાવાડામાં બનેલા લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરીમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કમ્બીંગ હાથ ધર્યુ હતું.

કોમ્બીંગ દરમિયાન સુરત ખટોદરા પોલીસ મથકના નોંધાયેલ 50 લાખની ઘરફોડ ચોરીના ગનાનો મુખ્ય સુત્રધાર નાસતો ફરતો આરોપી વડવાનો સરદાર મનજી ભાભોર તથા તેનો સાગરીત માતવાનો બાળક કિશોર ભેગા મળી શંકાસ્પદ બાઇકોના સ્પેરપાર્ટ છૂટા પાડવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી.એ વોચ ગોઠવી કોમ્બીંગ હાથ ધરી માતવા ગામેથી શંકાસ્પદ બાઇકો તેમજ સ્પેરપાર્ટ, સબમર્સિબલ મોટરો તેમજ વડવાના સરદાર ભાભોરના ઘરેથી શંકાસ્પદ ચાંદીના દાગીના મળી આવ્યા હતા.

બંને આરોપીએ 11 ગુનાઓ કબૂલ કર્યા
બાવકા પ્રાથમિક શાળામાંથી સબમર્સિબલ પમ્પ મોટર એક કિંમત 2000, જેસાવાડા પ્રા.શાળામાં સબમર્સિબલ પમ્પ મોટર તોડી નાખી ભંગારવામાં વહેચી નાખી, લીમખેડાના દાભડા મુખ્ય શાળામાંથી તથા ઘરમાંથી સબમર્સિબલ પમ્પ મોટર કિંમત 5000, લીમખેડાની ફોરેસ્ટ કોલોનીમાંથી ચાંદીનો કેડ ઝોલો નંગ 1, ચાંદીના પાયલ નંગ 2 મળી કુલ 17000, દુધીયામાંથી એક બાઇક, રાજસ્થાનના પ્રતાપનગરમાંથી 55,000ની કિંમતની બે બાઇક, મધ્યપ્રદેશના કુક્સીમાં ગાયત્રી કોલોનીમાં એક ઘરમાં, એક નંબર વગરની મોટર સાયકલ મળી 1,65,000ની ચોરી, મોટી સારસીમાં એક સ્કૂલમાંથી સબમર્સિબલ પમ્પ તથા કેબલ વાયરો મળી 2000, ગરબાડામાં મકાનમાં તેમજ મહુવા ગામે ઘરફોડ ચોરી કરી હતી.

પકડાયેલ ગેંગનો પૂર્વ ઇતિહાસ
વડવા ગામનો આરોપી સરદાર મનજી ભાભોર સુરત શહેરના ખદોદરા પોલીસ સ્ટેશનના 50 લાખની ઘરફોડ ચોરીનો મુખ્ય સુત્રધાર તરીકે નાસતો ફરતો તેમજ સુરત શહેર કામરેજ પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓમાં, અંજારમાં સાત ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતો ફરતો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: