ધરપકડ: કતવારામાં મિજબાની માટે ગાયની કતલ કરનાર 2 ઝબ્બે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- સ્થળ ઉપરથી 85 કિલો માંસનો જથ્થો જપ્ત
દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે વડબારા ગામે માતા ફળિયામાં આવેલ ભુરીયા જાતીના ઘરોની નીચે કોતરમાં ગાંડા બાવળોની ઝાડીમાં એક ગાય કતલ કરી હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરવા જતા પોલીસને જોઇ મિજબાની માટે ગાયનું કતલ કરનાર કેટલાક વ્યક્તિઓ બાવળની ઝાડી તથા ઘઉંના પાકના ખેતરો તથા મકાઇના ઉભા પાકમાં સંતાઇને ભાગી ગયા હતા.
જ્યારે વરવાડાના નરસિંગ બદીયા ભુરીયા તથા ખીમા દલા ભુરીયાને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. સ્થળ ઉપરથી 8,500ની કિંમતનો 85 કિલો માસનો જથ્થો કતલ માટે વાપરવામાં આવેલ એક કુહાડી તથા એક છરો મળી આવ્યો હતો. ઝડપયેલા બન્ને સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અનિયમન તથા પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કતવારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
કાર્યવાહી: દાહોદ શહેરમાં વેચાતું કેશવ સુપરધાણા દાળનું પેકેટ મીસબ્રાંડેડ નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
આક્ષેપ: લીમખેડા તાલુકામાં ઇવીએમમાં ગોટાળા હોવાથી બેલેટ પેપરથી ચુંટણી કરાવવા સરકારને કોંગ્રેસનો પડકાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed