ધરપકડ: ઓઇલ ચોરીમાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો, આરોપી તાલુકા પોલીસ મથકે સોંપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ઓઇલ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને તેના ઘરે તરવાડીયા હિંતથી પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ સીસોદીયા તથા સ્ટાફકતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા આરોપીઓને પકડવાની કામગીરીમાં નિકળ્યા હતા. તે દરમિયાન દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ઓઇલ ચોરીના ગુનાનો છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી તરવાડીયા હિંમતનો રમેશ ગુમા માલીવાડ તેના ઘરે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. તથા સ્ટાફા માણસોએ તેના ઘરે છાપો મારી આરોપી રમેશ માલીવાડને ઝડપી પાડ્યો હતો અને દાહોદ તાલુકા પોલીસ મથકે સોંપતા પોલીસે તેને સળીયા પાછળ નાંખી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: