ધરપકડ: ઉસરવાણમાં છાત્રોને લૂંટનારા ત્રણે યુવાનો અંતે ઝડપાઇ ગયા

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • એક યુવક સામે ભરૂચ અને કતવારામાં ગુના દાખલ થયેલા છે
  • મોટીખરજ, દેલસરના યુવકોનું કૃત્ય : 12,800₹નો મુદ્દામાલ રીકવર

દાહોદના ઉસરવાણ ગામમાં એન્જિનિયરિંગ કોલજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ અને રોકડની લૂંટ કરનાર ત્રણે આરોપીઓને તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લૂંટ કરેલો પુરેપુરો મુદ્દામાલ રીકવર કર્યો હતો. દાહોદના ઉસરવાણ ગામમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી લૂંટની બનેલી ઘટનાના આરોપીઓને શોધી કાઢવા માટે પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી. એમ.એસ. ભરાડા તથા દાહોદ એસ.પી. હિતેશ જોયસર તેમજ ડી.વાય.એસ.પી. શૈફાલી બરવાલ અને દાહોદ સર્કલ પી.એસ.આઇ. એચ.પી.કરેણએ સુચના અને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એફ.ડામોર તથા સ્ટાફે સાથે મળી તપાસ હાથ ધરી હતી. અપાચી બાઇક GJ-20-S-8808 નંબરની તપાસ કરી મોટી ખરજ ગામના પરમેશ્વર સમીરસિંહ પલાસને પકડવામાં આવ્યો હતો. પરમેશ્વર સામે ભરૂચ રેલ્વે અને કતવારા પોલીસમાં ગુના દાખલ થયેલા હોવાનું નિકળ્યુ હતું. પુછપછ કરતા તેના મિત્ર નાનીખરજનો વિનોદ સંગ્રામ માવી તથા દેલસરનો અવિનાશ સાથે ભેગા મળીને લુટ કરી હોવાની કબુલાત કરી હતી.

જેથી તેના મિત્ર વિનોદ અને અવિનાશના ઘરે તપાસ કરતાં તેઓ પણ ઘરે હાજર મળી આવતા બન્નેની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. ત્રણેય પાસેથી લૂંટ કરાયેલ બે મોબાઇલ તથા રોકડા 800 મળી 12,800 રૂપિયાનો પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી દાહોદ તાલુકા પોલીસે તેઓની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: