ધરપકડ: અસાયડી ગામે હાઇવે પરથી 11 લાખના દારૂ સાથે મહારાષ્ટ્રના બે શખ્સો ઝડપાયા

દેવગઢ બારિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • LCBએ વહેલી પરોઢે ટ્રક રોકી દારૂ સહિત 16 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

દાહોદ એલ.સી.બી.એ અસાયડી ગામેથી પેટ્રોલીંગ દરમિયાન વહેલી પરોઢે શંકા જતાં ટ્રક રોકી તેમાં તપાસ કરતાં 11 લાખ ઉપરાંતનો દારૂ મળી આવ્યો હતો. દારૂ તથા બે મોબાઇલ અને ટ્રક મળી કુલ 16,39,200ના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના બે વ્યક્તિની ધરપકડ કરી દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા તથા દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓને નેસ્ત નાબૂદ કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના તમામ પોલીસ મથકો તથા એલસીબી અને એસઓજી શાખા પણ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરીમાં ગઈકાલે રાત્રીના સમયે કામગીરીમાં હતા. ત્યારે વહેલી સવારે સાડા પાંચ વાગે દાહોદ એલસીબી શાખાના પોલીસ કર્મીઓ અસાયડી નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોડની સાઈડમાં થોભાવી ટ્રકની ઉપર બાંધેલી તાડ પત્રી ખોલાવી જોતા તેમાંથી દારૂની પેટીઓ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અસાયડી ગામે નેશનલ હાઇવે ઉપરથી MH-12-LT-4852 નંબરની ટ્રક તથા તેમાં સવાર મહારાષ્ટ્રના પારનેરના રમેશભાઈ દાદભાઈ મરાઠા તથા જવાળાના સચિન બાબુભાઇ મરાઠા બન્ને જણાને ટ્રકમાં 941 દારૂની પેટીઓ સાથે પોલીસના હાથે ઝડપી પાડ્યા હતા. દારૂ ની 941 પેટીઓ માંથી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નં.45168 મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા.11,20,200 તથા બે મોબાઈલ જેની રૂા.10,000 તેમજ 5,00,000 રૂ. ગાડી મળી કુલ 16,39,200નો મુદ્દામાલ દાહોદ એલસીબી શાખાએ ઝડપ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: