ધરણા: પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ઝાલોદમાં ભાજપ કાર્યકરોએ ધરણા કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઝાલોદ નગરમાં ભાજપ કાર્યકરો દ્વારા ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓમાં અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. તથા કાર્યકર્તાના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. તેમજ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી તેના વિરોધમાં ઝાલોદ નગરમાં ભાજપ કાર્યકરો દ્વારા ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી ઝાલોદ પશ્ચિમ બંગાળમાં જશે

પશ્ચિમ બંગાળમાં થયેલી હત્યાને ભાજપ ઝાલોદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને ભાજપ ઝાલોદના કાર્યકર્તાઓ સંદેશો આપવા માગે છે કે આવા ઘટનાઓમાં તે એકલા નથી એમના દુઃખ માં અમે તમારી સાથે સાથે છે. આવનારા સમયની અંદર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર પશ્ચિમ બંગાળમાં આવશે. અને ખભે ખભા મિલાવી સરકાર કેવી રીતે બને તે માટે પ્રચારમાં પણ જોડાશે.આ ધરણામાં મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોનીની ઉપસ્થિતિમાં ઝાલોદ શહેરમાંથી ટપુભાઈ વસૈયા, જેસિંગભાઈ વસૈયા, દિનેશભાઇ પંચાલ, મુકેશભાઈ ડામોર, અનિતાબેન મછાર, જીતુભાઇ શ્રીમાળી, રામચંદભાઈ, કેતનભાઈ પંચાલ, મખજીભાઈ બારીયા, જગુભાઈ ગારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: