ધરણા: દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાને લક્ષી સુવિધાઓ માટે ધરણા યોજવામાં આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાની વિકટ સ્થિતિને પહોચી વળવા માંગ કરવામાં આવી

દાહોદ જિલ્લામાં કોરોનાનો કેર યથાવત્‌ છે. ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને સંબોધતું એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં કોરોનાની વિકટ સ્થિતિને પહોચી વળવા માંગ કરવામાં આવી છે. સરકાર પર બેદરકાર રહેવાનો આક્ષેપ કરી ધરણા પણ કરવામાં આવ્યા હતા.

મેડીકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરાઇ

દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણધડ વહીવટ, સંકલનનો અભાવ અને ખોટી નિતીઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં પણ સ્થિતિ ખુબજ ગંભીર છે. જે બાબતે હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા, હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા, હોસ્પિટલમાં પુરતા વેન્ટીલેટરની વ્યવસ્થા, આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે કીટની વ્યવસ્થા, રેમડેસિવિર તથા અન્ય ઈન્જેક્શન અને દવાઓની વ્યવસ્થા, વેક્સિનેશન કાર્યક્રમ માટે પુરતા ડોઝની વ્યવસ્થા અને હોસ્પિટલોમાં મેડીકલ, પેરા મેડીકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

વધુમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર, હાલની કોરોનાની કહેરની પરિસ્થિતીમાં લોકોને ઓક્સિજન, બેડ અને રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતાં અને કાળા બજારીએ માઝા મુકી છે. આવા સંજોગોમાં સરકારની જવાબદારી લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે. પરંતુ લોકો આજે ખુબજ હાડમારી ભોગવી રહ્યાં છે. આ બાબતે સરકાર આયોજન કરે તે માટે આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દાહોદ પાલિકા આગળ ધરણા પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: