ધમકી: ચૂંટણી ફોર્મ પાછું ખેચી લો નહીં તો તારી પત્નીનું અપહરણ કરી મારી નાખીશું, દાહોદના નઢેલાવ જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારના પતિએ ફરિયાદ નોંધાવી
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- If You Don’t Withdraw The Election Form, We Will Kidnap And Kill Your Wife, The Husband Of A Woman Candidate Of Nadhelav District Panchayat Of Dahod Has Lodged A Complaint.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- બે વખત ફોનમાં અને એક વાર ઘરે આવીને આપી ધમકી મહિલા ઉમેદવારના પતિએ આત્મ રક્ષમ માટે કરી અરજી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ 34 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કલ્પનાબેન બારીયાના પતિ સોમસિંહ બારીયાએ જેસાવાડા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમના અનુસાર ત્રણ વ્યક્તિઓ દ્વારા તેમની પત્નીનું ચૂંટણી ફોર્મ પાછું લેવા જાનથી મારી નાખવાની તેમજ અપહરણની ધમકીઓ આપવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રિઝવવા માટે ઘણા પ્રયત્નો કરાઇ રહ્યા છે અને ઘરે ઘરે જઈ પોતાના ઉમેદવારોને મત આપવા અપીલ સહિત વિનંતી કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે ગરબાડા તાલુકાના છરછોડા ગામે બારીયા સીમોડા ફળિયામાં રહેતા કલ્પનાબેન સોમસિંહ બારીયાએ નઢેલાવ-૩૪ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ બાબતે ઉમેદવાર કલ્પનાબેન બારીયાના પતિ સોમસિંહ બારીયાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને પત્ર લખ્યો છે.
ફોન કરી ફોર્મ પાછુ લેવા આપી ધમકી તેમના જણાવ્યા અનુસાર, છરછોડા ગામે સીમોડા અને બિલવાળ ફળિયામાં રહેતા માજુભાઈ તેરસીંગભાઈ ભાભોર(તાલુકા પંચાયત સભ્ય), ધર્માબેન મોતીભાઈ ભાભોર (સરપંચ) અને પારસીંગભાઈ નગાભાઈ બીલળાળ દ્વારા આ મહિલા ઉમેદવાર કલ્પનાબેન અને તેમના પતિ સોમસિંહભાઈ બારીયાને તારીખ 12-2-2021ના રોજ ફોન કરીને ધમકી આપી હતી કે, ચુંટણી માટેનું ફોર્મ પાછુ ખેંચી લે, તું જાણે છે તે કોની સામે ફોર્મ ભર્યું છે? તને ગામમાં નહીં રહેવા દઈએ અને મારીને ફેંકી દઈશુ.
ધાકધમકી આપતો ઓડીયો રેકોર્ડિંગ પણ છે: સોમસિંહ બારીયા આ ફોન આવ્યા બાદ ફરીથી તાલુકા પંચાયતના સભ્ય માજુભાઈ તેરસીંગભાઈ ભાભોરના નંબરથી સોમસિંહ બારીયાને ફોન કરી સરપંચ ધર્માબેને ધમકી આપી હતી કે, તે ફોર્મ મારા સામે ભર્યું છે તુ ગામમાં આવ અને તું કઈ રીતે પ્રચાર કરે હું જોઇ લઉ અને તને મારીને ફેંકી દઈશું. જેવી ધાકધમકીઓ આપી હતી અને આ ધાકધમકી આપતો ઓડીયો રેકોર્ડિંગ હોવાનું પણ સોમસિંહ બારીયાએ જણાવ્યું હતું.
પોતાને રક્ષણ આપવા રજુઆત ફોન પર ધાકધમકીઓ બાદ તારીખ 15-2-2021ના રોજ તાલુકા પંચાયત સભ્ય અને સરપંચ મોટી સંખ્યામાં માણસોનું ટોળુ લઈ સોમસિંહ બારીયાના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, ફોર્મ પાછું લઇ લો તમારા કારણે અમારા મત કપાય છે, નહીં તો તમારૂ ઘર સળગાળી દઈશું. આ બાદ પણ આ લોકો દ્વારા અવાર નવાર ધાકધમકીઓ આપતાં હોવાનું તેમજ ઉમેદવાર મહિલા કલ્પનાબેનનું અપહરણ કરી લઈ જઈ મારી નાંખવાની પણ ધાકધમકીઓ આપતાં આ મામલે મહિલા ઉમેદવારના પતિ તથા તેમના ટેકેદારોએ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને જેસાવાડા પોલીસ મથકે અરજી કરી આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પોતાને રક્ષણ આપવા રજુઆત કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed