દેસાઈવાડ વૈષ્ણવ હવેલી ખાતે ભાગવત સપ્તાહ યોજાઈ

દાહોદની શ્રી ગોવર્ધનનાથજી વૈષ્ણવ હવેલી ખાતે પરંપરાગત રીતે આ વર્ષે પણ ભાદરવા માસમાં શ્રીમદ્ ભાગવદ સપ્તાહ યોજાઈ…

  • Dahod - દેસાઈવાડ વૈષ્ણવ હવેલી ખાતે ભાગવત સપ્તાહ યોજાઈ

    દાહોદની શ્રી ગોવર્ધનનાથજી વૈષ્ણવ હવેલી ખાતે પરંપરાગત રીતે આ વર્ષે પણ ભાદરવા માસમાં શ્રીમદ્ ભાગવદ સપ્તાહ યોજાઈ હતી. વિદ્વાન કથાકાર નલીનભાઈ શાસ્ત્રીના મુખેથી મૂળ કથા અને આધુનિક સમાજના દ્રષ્ટાંતો સાથે અસ્ખલિત વહેતી આ કથા, ગત વર્ષોની માફક આ વર્ષે પણ ભાવુકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દેસાઈવાડના દેવાશિષ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા આયોજિત આ કથાનું શ્રવણ કરવા દાહોદ સ્થિત વૈષ્ણવ સમાજવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. પૌરાણિક કાળમાં શુકદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવવા માટે આ કથા કરેલી ત્યારથી આ પરંપરા શાશ્વત છે અને દર વર્ષે તે આ જ દિવસોમાં રાધાષ્ટમીથી આરંભાય છે. આજે આ કથાનો અંતિમ દિવસ છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: