દેશમાં વધુ 90 ટ્રેન ઓગસ્ટમાં દોડાવવાની તૈયારી, રતલામ મંડળથી પસાર થતી 13 સહિત 100 જોડી સ્પે. ટ્રેન દોડી રહી છે

 • 10 ઓગસ્ટ આસપાસ જાહેરાતની સંભાવના, રેલવે દ્વારા શેડ્યુલ તૈયાર
 • ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોતંુ બોર્ડ, રતલામ મંડળની 6 ટ્રેન રહેશે
 • અવન્તિકા, શાંતિ એક્સપ્રેસનો સમાવેશ, અનલોક-3માં છૂટ જોઇને રેલવેનો ધમધમાટ

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:00 AM IST

દાહોદ. અનલોક 3ના મળેલી છુટ જોઇને રેલવેએ ઓગસ્ટમાં આખા દેશમાં 90 જોડી અને સ્પે. ટ્રેનો ચલાવવાની રેલવેએ તૈયારી પુરી કરી લીધી છે. તેમાં રતલામ મંડળની ઇન્દૌરથી ચાલનારી છ ટ્રેનો પણ શામેલ છે. આ ટ્રેનોમાં 3 દાહોદ-રતલામ થઇ અને 3 ઉજ્જૈનથી પસાર થશે. તમામ મંડળોથી ટાઇમ ટેબલ આવ્યા બાદ રેલવે બોર્ડે ટ્રેનોનું શેડ્યુલ પણ રેડી કરી લીધુ છે. તેમાં વધુ પડતી ટ્રેનો બેથી પાંચ રાજ્યોને કવર કરે છે.

આ માટે હવે બોર્ડ ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોઇ રહ્યુ છે. આ જ સ્થિતિ રહેશો તો 10 ઓગસ્ટ આસપાસ ટ્રેનો દોડાવવાની ઘોષણા થઇ શકે છે. ભારતમાં 115 જોડી સ્પે. ટ્રેનો ચાલી રહી છે. ત્રીજા ચરણને મંજુરી મળશે તો સંખ્યા 205 થશે. હાલમાં રેલવેએ સ્પ.ટ્રેનોને બાદ કરતાં તમામ નિયમિત ટ્રેનોને 12 ઓગષ્ટ સુધી રદ કરી દીધી છે.

હાલ 90 ટ્રેનોને શોર્ટ લિસ્ટ કરી છે
રેલવે બોર્ડે દેશી 90 ટ્રેનોને શોર્ટલિસ્ટ કરી છે. તેનું શેડ્યુલ પણ બની ગયું છે. 12 ઓગષ્ટ સુધી આ તમામ ટ્રેનો રદ છે. ત્યાર બાદ સરકાર થોડી-થોડી કરીને કે તમામ 90 ટ્રેનો પણ એક સાથે ચલાવી શકે છે. મંડળથી 6 ટ્રેન ચલાવવાનો પ્રપોઝલ મોકલાયો છે.- વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ

મંડળમાં આ ટ્રેનો બીજા તબક્કામાં ચાલી શકે છે

 • ઇન્દૌરથી : ઇન્દૌર-મુંબઇ-ઇન્દૌર (અવન્તિકા એક્સપ્રેસ)
 • ઇન્દૌર-ગાંધીધામ-ઇન્દૌર (શાંતિ એક્સપ્રેસ)
 • ઇન્દૌર-પુણે-ઇન્દૌર
 • ઇન્દૌર-હાવડા-ઇન્દૌર(શિપ્રા એક્સપ્રેસ)
 • મહૂથી – શ્રી વૈષ્ણોદેવી માતા કટરા(માલવા એક્સપ્રેસ)
 • મહૂ-કટરા,ગુવાહાટી-મહૂ-ગુવાહાટી

અનલોકમાં ટ્રેનો ક્યારે-ક્યારે પાટે ચઢી

 • 12 મે : સૌ પ્રથમ 15 જોડી ટ્રેનો ચલાવાઇ. તેમાં દિલ્હી-મંબઇ-દિલ્હી રાજધાની સ્પેશ્યલ રતલામ થઇને દોડી.
 • 1 જૂન : બીજી વખતમાં 100 જોડી ટ્રેનો ચલાવાઇ. જેમાં 13 જોડી રતલામ મંડળના દાહોદ સહિત પાંચ સ્ટેશનો થઇને ટ્રેનો ચાલી રહી છે.

ટ્રેન સેવા 4 માસથી બંધ
કોરોના મહામારીને કારણે મંડળની તમામ મુસાફર ટ્રેન સેવા સવા ચાર માસ (22 માર્ચ)થી બંધ છે. પ્રથમ અને બીજા ચરણમાં જે 115 જોડી ટ્રેન ચાલી રહી છે તેમાં એક પણ રતલામ મંડળની નથી. આ માટે હવે મંડળને આશા છે કે છ ટ્રેનોમાંથી મંડળની એક કે બે ટ્રેનોની પરવાનગી મળી શકે છે. તેમાં પણ લાંબા અંતરની ઇન્દૌર-હાવડા-ઇન્દૌર સર્વોચ્ચ પ્રાથમિકતામાં છે.

રેલવે મુસાફર ટ્રેનો ચલાવવા નથી ઇચ્છતંુ કારણ કે…

 • ગુડ્સ ટ્રેનથી લાભ સૌથી વધુ રેવન્યુ ગુડ્સ ટ્રેનથી મળે છે. મુસાફર ટ્રેને કારણે ગુડ્સ ટ્રેનને અધ વચ્ચે રોકવી પડે છે. મુસાફર ટ્રેનો બંધ થતાં ગુડ્સ નિર્વિઘ્ને દોડી રહી છે. રતલામ મંડળે જૂનમાં લોડિંગથી 137.04 કરોડ કમાઇને રેકોર્ડ બનાવ્યો છે.1 એપ્રિલથી 28 જુલાઇ સુધી લોડિંગથી મંડળના 358.02 કરોડ સહિત પશ્ચિમ રેલવેએ 2723 કરોડથી વધુની કમાણી કરી છે.
 • લોકડાઉન 22 માર્ચથી 28 જુલાઇ સુધી મંડળના 4.3 લાખ સહિત પ. રેલવેમાં 62.39 લાખ મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી હતી. જેથી મંડળના 7.5 કરોડ સહિત આખા પશ્ચિમ રેલવેન 405.79 કરોડનું રિફંડ કરવું પડ્યુ હતું. મુસાફર ટ્રેન ચલાવવામાં 7થી 11 લાખનો ખર્ચ થાય છે. જ્યારે તેનાથી રેવન્યુ 65થી 80 ટકા જ મળે છે.

Related News

Comments are Closed

%d bloggers like this: