દેવગઢ બારિયામાં કારમાં હેરાફેરી કરાતો દારૂ જપ્ત

નઢેલાવ ગામના યુવકની ધરપકડ કરાઇ પોલીસ દ્વારા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

  • Dahod - દેવગઢ બારિયામાં કારમાં હેરાફેરી કરાતો દારૂ જપ્ત

    દેવગઢ બારિયા નગરમાં ઇન્ડિકા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં નઢેલાવ ગામના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

    ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના કાંગણી ફળિયામાં રહેતાં દીતીયાભાઇ રામસીંગભાઇ મેડા જીજે-6-ઝેડ-1152 નંબરની ઇન્ડીકા કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતાં. ત્યારે દેવગઢ બારિયાપોલીસે શંકાના આધારે ચોગનિયા ફળિયામાં આ કાર રોકીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ કારમાંથી દારૂ અને બીયરની રૂ.29,860ની કુલ નાની મોટી 203 નંગ બોટલો મળી આવી હતી.50,000ની કિંમતની ઇન્ડીકા કાર મળીને કુલ રૂ.79,860નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દે.બારિયા પોલીસ મથકના એ.એસ.આઇ. રાકેશભાઇ દિલીપ ભાઇએ દીતીયા સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: