દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે સ્થિત ભથવાડા ટોલનાકા પર એક કારમાંથી રૂા.24.45 લાખનો લિક્વિડ અફીણનો જથ્થો ઝડપાતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે એક નાસી છૂટ્યો હતો. કાર, મોબાઇલ અને અફીણ મળીને કુલ 27.60 લાખનો જથ્થો જપ્ત કરીને દેવગઢ બારિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે આવેલા ટોલ નાકા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઇ રહ્યું હતું. તે વખતે રાજસ્થાનના હરસવાડા ગામનો દિપારામ ઉદારામ બિસનોઇ નામક યુવક ભાગી જતાં પોલીસની શંકા દૃઢ બની હતી. પોલીસે જાલોર જિલ્લાના જ સંચોર ગામના ઓમપ્રકાશ બાબુલાલ સારણ (બિસ્નોઇ) અને સરજનાણિયડી ગામના મનોહરલાલ સંગમારામ સારણને અટકમાં લઇને કારમાં તપાસ કરી હતી. જેમાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી પ્લાસ્ટિકની બેગોમાં ભરી રાખેલો લિક્વિડ અફીણનો 24.453 ગ્રામ વજનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા. 24,45,300ની કિંમતના અફીણના જથ્થા સાથે 3 લાખની કાર અને 15 હજારનો 1 મોબાઇલ મળીને કુલ 27.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed