દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી ડામ દીધા, હાથ-ખભા ભાંગી નાખ્યાં

દાહોદ જિલ્લાના ટાઢાગોળામાં ડાકણની અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદ વટાવતો કિસ્સો

 • The case of extortion of superstition in Dahod district

  ઝાડ સાથે બાંધીને માર મારવા સાથે શરીરે ડામ દેતાં ખાનગી હોસ્પિટલે દાખલ કરાઇ હતી

  દાહોદ: ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સગા ભત્રીજાનું ટુંકી માંદગી બાદ મોત થતાં તેની પાછળ તેની બંને સગી કાકી હોવાનુ મધ્ય પ્રદેશના ભુવાએ જણાવતાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા સગા ભત્રીજા, ભત્રીજી,ભત્રીજી જમાઇ સહિતના લોકોએ બંનેને નગ્ન કરી નાખી હતી. આંબા અને આમળીના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારીને હાથ અને ખભા ભાંગી નાખ્યા હતાં. ક્રુરતની હદ વટાવી બંનેને સળિયા, કોસ અને સળગતા લાકડા વડે આખા શરીરે ડામ પણ દીધા હતાં. પરંતુ અત્યાર સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

  ટાઢાગોળાના મહુડી ફળિયામાં રહેતાં માસુભાઇ ડામોરના 14 વર્ષિય દિકરા ભાવિકને બે દિવસના તાવ અને પગમાં પડેલા ચાંદા બાદ તેનું મોત થયું હતું. આમ આકસ્મિક મોત થતાં તેને કોઇકે કંઇ કરી દીધુ અથવા ડાકણ ખાઇ ગઇ હોવાની શંકામાં મંગળવારના રોજ માસુભાઇ તેમજ ગામના અન્ય લોકો મળીને મધ્ય પ્રદેશના કાજલી ગામના ભુવાને બતાવવા માટે ગયા હતાં. ત્યારે ભુવાએ અડદ નાખીને ભાવિકના મોત પાછળ તેની બંને સગી કાકી બુધીબેન જસુભાઇ ડામોર અને નુરીબેન રાજેશભાઇ ડામોર ડાકણ હોવાનું જણાવ્યું હતું અને આ બંને જ ભાવિકને ખાઇ ગઇ હોવાનું નામ પાડ્યું હતું. આ જાણ્યા બાદ અંધશ્રદ્ધામાં રાચતાં માસુભાઇએ તેમના ઘરે ફોન કર્યો હતો.

  ત્યારે ઘરે હાજર માસુના દિકરા, દિકરી અને દિકરી જમાઇ સહિતના લોકોએ સાંજના પાંચ વાગ્યાના અરસામાં લોહીના સંબધો ભુલીને બુધીબેન અને નુરીબેન સાથે ઝઘડો કર્યો હતો. આ સાથે બંનેને ધસડીને ઘરથી થોડે દૂર લઇ ગયા હતાં. ત્યાં બંનેને સંપૂર્ણ નગ્ન કરી દેવામાં આવી હતી.બુધીબેનને આમલીના ઝાડ સાથે અને નુરીબેનને આંબાના ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જેથી બંનેનો એક હાથ અને એક ખભો ભાંગી ગયો હતો સાથે પગ ઉપર પણ ઇજાઓ થઇ હતી. અંધશ્રદ્ધામાં રાચતા હુમલાખોરોએ ચુલો સળગાવીને તેમાં લોખંડના સળિયા અને કોસ તપાવી હતી.ત્યાર બાદ બંનેના હાથ-પગ અને પેટ સહિત શરીર પરં ડામ દીધા હતાં. હુમલાખોરો ફરાર થયા બાદ લોકોએ બુધીબેન, નુરીબેનને દાહોદના ખાનગી દવાખાને ખસેડી હતી.

  બંનેને છોડાવવા જતાં અમારી પાછળ પડીને ભગાવી દીધા હતાં

  અમે બધા ઘરમાં હતાં ત્યારે પાંચએ આવીને મારી આઇ લીલાબેન અને બાબી નુરીબેનને ઘસડી ગયા હતાં. બંનેના કપડાં ઉતારી ઝાડ સાથે બાંધી દીધી હતી. માર માર્યો હતો અને સળિયા ગરમ કરીને ડામ પણ આપ્યા હતાં. અમે છોડાવવા જતાં અમારી પાછળ પડીને ભગાવી દીધા હતાં. અમે ઘણા જ ડરી ગયા હતાં. કાકાના છોરા રવિન્દ્ર પાછળ તો તલવાર લઇને પડ્યા હતાં. તેણે ચારમહેરી તેના મામાને ફોન કરી દીધો હતો. કાજલીના ભુવાએ અડદ નાખીને આ બંનેના નામ પાડ્યા હતાં. – બુધીબેન ડામોર, પ્રત્યદર્શી

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: