દુષ્કર્મ: ​​​​​​​ધાનપુરના રેયાવણમાં તળાવ કિનારે લઘુશંકા કરવા ગયેલી પરિણીતાની આબરુ લેવાઇ, બે વ્યક્તિ સામે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નરાધમના સાથીદારે પરિણીતાને પકડી રાખી મદદ કરી

ધાનપુર તાલુકાના રેયાવણ ગામે એક મહિલા નદીના વિસ્તારમાં લઘુશંકા માટે ગઈ હતી. જ્યાં બે ઈસમો ત્યાં આવી મહિલાનો એકલતાનો લાભ લઈ બે પૈકી એકે પરણિત મહિલાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારતા અને તેના સાથી મિત્રએ સાથ આપતા સંબંધે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એકે પકડી રાખી બીજાએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું

ધાનપુર તાલુકામાં રહેતી એક 40 વર્ષીય પરણિત મહિલા રેયાવણ ગામે આવેલા નદી વિસ્તારના કોતરમાં લઘુશંકા માટે ગઈ હતી. ત્યાં રેયાવણ ગામે રહેતા શનાભાઈ નુરીયાભાઈ બામણીયા અને તેની સાથે અમરાભાઈ છગનભાઈ બામણીયા બંને આ મહિલા પાસે આવ્યાં હતાં. અને ઓચિંતી મહિલાને પાછળથી પકડી પાડી મહિલાને ગાળો અને લાપટો, ઝાપટો મારી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં શનાભાઈ નુરીયાભાઈ બામણીયાએ પરિણીત મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતુ. અને તે વખતે અમરાભાઈએ તેને પકડી રાખી હતી. આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલી પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ઉપરોક્ત બંને ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: