દુષ્કર્મ: દાહોદના રેબારી ગામે 18 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
- Gujarati News
- National
- Naradham Takes Advantage Of Loneliness Of 18 year old Daughter In Rebari Village Of Dahod
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
પોતાના ઘરની સામે કોપમાં કુદરતી હાજતે ગયેલી દાહોદના રેઢાણા ગામની સાડા અઢાર વર્ષીય દિકરીને તેના જ ગામના યુવાને જબરજસ્તીથી પકડી ઓઢણીથી મોં ઢાંકી મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે
મળતી માહિતી મુજબ, દાહોદના દે.બારીયા તાલુકાના રેઢાણા ગામના ઝરી ફળીયામાં રહેતી 18 વર્ષની દીકરી ગત તા.25-2-2021ના રોજ 11 વાગ્યાના સુમારે પોતાના ઘરની સામે કોપમા કુદરતી હાજતે ગઈ હતી. તે વખતે તેના ગામનો અભેસીંગ રામસીંગ કોળીએ એકલતાનો લાભ લઇ બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.
આ અંગે દુષ્કર્મનો ભોગ બનનાર પીડીતાએ નોંધાવેલ ફરીયાદને આધારે દે.બારીયા પોલીસે રેબારી ગામના અભેસીંગ રામસીંગ કોળી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed