દુર્ઘટના: મોટામાળમાં તળાવમાં 2 તરુણી ડૂબી, 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગ્રામજનોએ બંનેને જીવતી બહાર કાઢી પણ 1 તરુણીનું સારવાર દરમિયાન મોત
  • ગામના તળાવે કપડાં ધોઇ નહાવા પડ્યા બાદ બંને પિતરાઇ બહેનો ડૂબવા લાગી

લીમખેડા તાલુકાના મોટામાળ ગામના તળાવમાં પિતરાઇ બહેનો તળાવમાં ડૂબી જતાં દોડી ગયેલા ગ્રામજનોએ બંનેને જીવતી તો બહાર કાઢી હતી પરંતુ તેમાંથી એક તરૂણીનું સારવાર દરમિયાન મોત થઇ જતાં ઘરમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. કરૂણ ઘટના બનતાં લગ્ન પણ ઠેલી દેવા પડ્યા હતાં.

પ્રાપ્ત વિગત અનુસાર મોટામાળ ગામમાં સોનલબેન ભુરિયાના લગ્ન હોવાથી શુક્રવારે તેલ ચઢાવવાની વિધિ હતી. ગુરુવારના રોજ પરિવારની 12 વર્ષિય મીના ચતુર ભુરિયા અને 11 વર્ષિય હિરલબેન રમણભાઇ ભુરિયા ગામના તળાવે કપડા ધોવા માટે ગઇ હતી. આ દરમિયાન નહાવા પડતાં બંને પિતરાઇ બહેનો ડૂબવા લાગી હતી.

તળાવે અન્ય વ્યક્તિઓ પણ હોવાથી બૂમાબૂમ મચાવી મુકી હતી. ગામના યુવાનોએ તળાવમાં ધુબાકા મારીને પાણીમાં ગરકાવ થયેલી બંને બહેનોને બહાર કાઢીને તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. જોકે, દવાખાનામાં સારવાર વેળા હિરલબેનનું મોત થઇ ગયું હતું. જ્યારે મીનાની તબિયત ગંભીર હોવાને કારણે તેને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આ ઘટના તાલુકાના મોટામાળ ગામમાં બનતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમજ આ આઘાતજનક બનેલા બનાવની કરૂણ ઘટના બની જતાં ઘરમાં આયોજિત લગ્ન આગળ ઠેલી દેવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: