દુર્ઘટના: ભથવાડામાં LPG ગેસ ભરેલું ટેન્કર ડિવાઇડર ઉપર ચઢી ગયા બાદ ગેસગળતર થતાં દોડધામ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પીપલોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ-ગોધરા હાઇવે છ કલાક બંધ રહ્યો: વાહનોે ડાયવર્ટ કરાયાં
- 4 કિમી સુધી વાહનોની લાઇન લાગતાં ટ્રાફિક જામના દ્રશ્યો
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે ટોલનાકા પાસે એલપીજી ગેસ ભરેલુ ટેન્કર ટોલનાકા બુધવારની સાંજે નજીકના ડિવાઇડર ઉપર ચઢી જવાથી ગેસ ગળતર શરૂ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી .દાહોદ અને દેવગઢ બારિયાના ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાજી સંભાળી લીધી હતી. ફાયર ઓફિસર દીપેશ જૈનને જહેમત બાદ ગળતર બંધ કરવામાં સફળતા મળતાં સૌએ હાશ અનુભવી હતી.
ઘટના પગલે ધસી ગયેલા પીએસઆઇ એન.જે પંચાલ સહિતના પોલીસે ટોલનાકુ ખાલી કરાવી દઇ તેની તમામ લાઇટો પણ બંધ કરાવી દીધી હતી. દાહોદ- ગોધરા હાઇવે બંધ કરી દેવાતાં બંને તરફ 4 કિમી જેટલી વાહનોની કતારો જામી ગઇ હતી. પોલીસે ટ્રાફિકને કંટ્રોલ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. અંતે ટ્રાફિકને વડોદરા તરફ ડાયવર્ટ કરાયો હતો. દેવગઢ બારીયાના કોળી સમાજ એકતા ગ્રૂપના સ્વયં સેવકો દ્વારા અંધારામાં અટવાયેલા લોકોને ગામડાના રસ્તેથી મુખ્ય રસ્તે સહીસલામત પહોંચાડવાનું સેવા કાર્ય કરાયું હતું. રાતના 10.30 વાગ્યે હાઇવે શરૂ કરવામાં આવ્યો હતો. ગુરુવારના રોજ પુન: ગળતર ન થાય તે પ્રકારે ટેન્કરને ઘટના સ્થળેથી ખસેડવામાં આવ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed