દુર્ઘટના: દાહોદ શહેરમાં પતંગની દોરીથી યુવકને માથામાં 10 ટાંકા આવ્યા, અભલોડથી બાઇક ઉપર દાહોદ આવ્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના પડાવમાં સવારે મોપેડ સવારને પતંગની દોરીથી માથામાં ઇજાઓ થઇ હતી. મોપેડ સવાર યુવકને દસ ટાંકા આવ્યા હતાં. અભલોડ ગામના પ્રકાશભાઇ અમરસિંહ ભાભોર પોતાનું મોપેડ લઇને દાહોદ કામ અર્થે આવ્યા હતાં. શહેરના પડાવ વિસ્તારમાં દૂધિમતિ નદીનો પુલ ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે પતંગની દોરીથી માથામાં ઇજા થઇ હતી. આ ઘટના પગલે લોકોનું મોટુ ટોળુ ભેગુ થઇ ગયું હતું. પ્રકાશભાઇને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યા હતાં. ત્યાં તેમના માથામાં દસ ટાંકા આવ્યા હતાં. દાહોદ જિલ્લામાં થોડા દિવસ પહેલાં ફતેપુરામાં પણ એક યુવક આ પ્રકારે જ પતંગની દોરીથી ઘાયલ થયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: