દુર્ઘટના: દાહોદમાં ઘરમાં શોટસર્કિટથી આગ લાગતા 3 બાળકો દાઝ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લોકોએ ઘરની બારી તોડી બાળકોને બહાર કાઢ્યા

દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં લાકડાના બેન્સો પાસે રહેતાં અનવર સલીમભાઇ પઠાણ કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારના રોજ તેઓ નિત્યક્રમ મુજબ કલર કામ માટે નીકળી ગયા હતાં. ત્યારે 10.30 વાગ્યાના અરસામાં તેમના પત્ની ફેમીદાબેન શાક લેવા ગયા હતાં.

આ વખતે ત્રણે બાળકો 6 વર્ષીય અરમાન પઠાણ, 4 વર્ષીય સારા પઠાણ તેમજ અઢી વર્ષીય આરફા પઠાણ ઘરે એકલા હતાં. આ વખતે કોઇ કારણોસર ઘરમાં આગ ફાટી નીકળી હતી. જેથી ગભરાયેલા ત્રણે બાળકો અંદરથી બંધ દરવાજો ખોલી શક્યા ન હતાં. ઝડપભેર ઘરમાં ફેલાયેલી આગને કારણે ત્રણે બાળકો શરીરે દાઝી ગયા હતાં. આગમાં ઘરમાં વિવિધ ઉપકરણો સાથે સોફા પણ બળીને ખાક થઇ ગયો હતો. લોકોએ બારી તોડીને ત્રણેને બહાર કાઢીને રિક્શામાં સારવાર માટે દવાખાને ખસેડ્યા હતાં.






Related News

Comments are Closed

%d bloggers like this: