દુર્ઘટના: દાહોદના‌ સ્ટેશન રોડ પર ઈજાગ્રસ્ત વનીયરનું સારવાર પહેલાં જ મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વિચિત્રિ પ્રાણીની ચર્ચા બાદ વનીયર નામનું પ્રાણી જોવા મળ્યું
  • કૂતરાઓના ભયથી દુકાનમાં ઘૂસ્યું હતું

દાહોદના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ગાદલાં-ગોદડાંની એક દુકાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોઈ વિચિત્ર પ્રાણી જોવાતું‌ હોવાની ચર્ચાઓ બાદ બુધવારે રાતના સમયે પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોને જાણ કરાતા દુકાનમાં વનીયર નામે રે’ર પ્રાણી હોવાનું જણાયું હતું. જે ઘાયલ હોઈ સારવાર માટે લઈ જવાય તે પહેલાં જ વનીયર મૃત્યુ પામ્યું હતું.

ગાદલાંની દુકાનમાં આ વનીયરને પકડવા ગયેલા પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોએ ભૂખથી અને ઈજાઓથી મૃતપાય: હાલતમાં તેને પકડ્યું હતું. દાહોદમાં કૂતરાંનો ત્રાસ‌ વધ્યો છે ત્યારે રાતના સમયે વનીયરને ફાડી નાંખવા કૂતરાંની ટોળકી પાછળ પડી હોય તો તે જગા અને તક મળતા તે આ દુકાનમાં ઘૂસી ગયું હોય તેવી સંભાવનાઓ પ્રકૃતિપ્રેમીઓએ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: