દુર્ઘટના: ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં બાઇક લઇને ઉભેલા એડવોકેટને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ફોન આવતાં એડવોકેટ બાઇક ઉભી રાખી વાત કરતા હતા
  • અકસ્માત કરી ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઝાલોદ તાલુકાના રળીયાતીભુરામાં રહેતા અને વ્યવસાયે વકિલાત કરતાં ઇન્દ્રજીતભાઇ ધિરૂભાઇ નિસરતા તા.1 જાન્યુઆરીના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એસી-8416 નંબરની મોટર સાયકલ લઇને ઝાલોદ કોર્ટમાં જતા હતા. તે દરમિયાન મોબાઇલ ફોન ઉપર ફોન આવતા ઝાલોદ આઇ.ટી.આઇ. પાસે વળાંકમાં મોટર સાયકલ ઉભી રાખી ફોન ઉપર વાત કરતા હતા. ત્યારે જીજે-20-એલ-5735 નંબરના ટ્રેક્ટરના ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ લઇને ઉભેલા ઇન્દ્રજીતભાઇને ટક્કર મારી પાડી દેતાં ડાબા પગના ઢીચણે તથા ડાબા હાથે કાંડાના ઉપર તેમજ માથાના અને મોઢાના ભાગે ઇજા પહોંચાડી ચાલક ટ્રેક્ટલ લઇને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ઇન્દ્રવદનભાઇના ઝાલોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદના ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ઇન્દ્રવદનભાઇ સારવાર માટે રોકાયેલા હોવાથી એક મહિના બાદ ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: