દુર્ઘટના: ટ્રક ચાલકે ઓવરટેક કરી બોર્ડ તોડી નાખતાં ડમ્પરમાં બેઠેલી યુવતીને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હાઇવે પર ટ્રક ચાલકે ડમ્પરને ઓવર ટેક કરી એંગલો સાથેનું બોર્ડ તોડ્યું
  • દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ

દાહોદ તાલુકાના બોરવાણી ગામના નરૂભાઇ દિતીયાભાઇ મોહણીયા તથા તેમના ભાઇની છોકરી કિંજલબેન રતનસિંહ મોહણીયા, અક્ષય રામસિંગભાઇ મોહણીયા, અનિલભાઇ રમુભાઇ મોહણીયા, સેનીયાભાઇ દીતાભાઇ મોહણીયા, નાદુબેન બાલુભાઇ ગણાવા ગતરોજ એમ.પી.પટેલ ધ્રુમિલ કંસ્ટ્રક્શનનું નં.જીજે-17-ટી-4350 ડમ્પર લઇને ડ્રાઇવર રતનભાઇ પરમાર મજુરોને લેવા આવતાં તમામ લોકો ડમ્પરમાં બેસી કતવારા ગામે મજુરી કરવા માટે જતા હતા.

તે દરમિયાન હાઇવે ઉપર બાલાજી હોટલ નજીક વળાંક પાસે યુપી-70-8484 નંબરની ટ્રકના અજાણ્યા ચાલકે ડેમ્પરને ઓવર ટેક કરવા જતાં હાઇવે પર લગાવેલ લીલા કલરનું બોર્ડ એંગલો સાથે તોડી નાખતાં ડમ્પરમાં બેઠેલ કિંજલબેનને કમરના ભાગે ઇજા થઇ હતી. જેથી કિંજલબેનને તાત્કાલિક ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાઇ હતી. આ સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: