દુર્ઘટના: કઠલા સબસ્ટેશન પાછળ વીજ થાંભલે સમારકામ કરતાં કર્મીનું કરંટ લાગતાં મોત

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બે કર્મચારી જુદા-જુદા થાંભલે કામગીરી કરી રહ્યા હતાં
  • અન્ય એક કર્મચારી ઘાયલ થતાં દવાખાને ખસેડાયો

દાહોદ શહેર નજીક આવેલા કઠલા ગામે મંગળવારે વીજ થાંભલે 11 કેવીની લાઇનનું સમારકામ કરી રહેલાં વીજ કર્મચારીને અચાનક કરંટ લાગતાં તેનું મોત થઇ જતાં પરિવાર સાથે MGVCL વિભાગમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. નજીકના થાંભલે ચઢેલા અન્ય એક કર્મીને પણ કરંટ લાગ્યો હતો પરંતુ તેનો જીવ બચી ગયો હતો. લાઇન બંધ થયા બાદ થાંભલે ચઢેલા કર્મચારીને કરંટ કયા કારણોસર લાગ્યો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મંગળવાર હોવાથી દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ સપ્લાય બંધ રાખીને એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા મેન્ટેનેન્સ કાર્ય હાથ ધરાયું હતું. બપોરના સમયે કઠલા ગામમાં આવેલા વીજ સબ સ્ટેશનની પાછળના ભાગે આવેલી 11 કેવી લાઇનના મેન્ટેનેન્સ માટે લાઇનમેન એમ. જે નોકમ અને સી.એમ પરમાર જુદા-જુદા થાંભલે ચઢીને કામગીરી કરી રહ્યા હતાં. આ વખતે અચાનક જ વીજ સપ્લાય ચાલુ થઇ જતાં એમ. જે નોકમ અને સી.એમ પરમારને જોરદાર કરંટ લાગતાં તેઓ થાંભલેથી નીચે પટકાયા હતાં.

કરંટને કારણે એમ.જે નોકમનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું. જ્યારે ઘાયલ થયેલા સી.એમ પરમારને દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના પગલે એમજીવીસીએલ વિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. કરૂણ ઘટના બનતાં મૃતક કર્મચારીના પરિવાર સાથે વિભાગના તમામ કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વીજ લાઇન કોઇ સંકેત વગર ચાલુ કરી દેવાઇ હતી કે પછી વીજ વાયરમાં સંગ્રહાયેલો કરંટ લાગ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: