દુરાચારીઓનું દુષ્કર્મ: દાહોદ જિલ્લો ફરી એક વાર કલંકિત, સીંગવડ તાલુકામાં સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાસાના બે નરાધમો બાઈક પર આવી સગીરાને જબરદસ્તી ઉઠાવી ગયા સગીરાને કાળિયાવાવ ગામે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ, પિતાએ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લામાં મહિલાઓ પર અત્યારના બનાવો રોકાવાનું નામ જ નથી લેતા. ધાનપુર તાલુકાના ખજૂરીમાં પરિણીતા સાથે ઘટેલી ઘૃણાસ્પદ ઘટના હજી વિસરાઈ નથી, ત્યારે સીંગવડ તાલુકાના વધુ એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં બે યુવકોએ એક 13 વર્ષીય સગીરાનું બાઇક પર અપહરણ કરી લઈ બંન્ને યુવકોએ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે બંન્ને યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરીમા પરિણીતા સાથે ઘટેલી ઘૃણાસ્પદ ઘટના હજી વિસરાઈ નથી. ત્યારબાદ બાદ બારીઆના ઉચવાણમા પણ પ્રેમીઓના વાળ કાપી નાખવામા આવ્યા હતા. ત્યારે સીંગવડ તાલુકામા પણ એક સગીરાને હવસખોરોએ પીંખી નાખી હોવાની ઘટના સામે આવી છે.

13 જુલાઈના રોજ સવારના દશેક વાગ્યાના આસપાસ સીંગવડ તાલુકાના દાસા ગામે રહેતાં મહેશ નાનજીભાઈ નિનામા અને અશ્વિન રયજીભાઈ નિનામા નામના બંન્ને નરાધમો બાઇક પર સવાર થઈ આ જ તાલુકામાં રહેતી એક 13 વર્ષીય સગીરાના ઘરે આવ્યાં હતાં અને સગીરાનું અપહરણ કરી કાળિયાવાવ ગામે લઈ ગયાં હતાં.

સગીરાને કાળિયાવાવ ગામે લઈ જઇ અજાણ્પયા મકાનમાં રોક્ત બંન્ને યુવકોએ સગીરાની મરજી વિરૂદ્ધ એક પછી એક તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઉપરોક્ત બંન્ને યુવકોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી હતી અને દુષ્કર્મ અને અપહરણની ઘટના વિશે પરિવારજનોને વાત કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

ઘટના બાદ સગીરાને લઈ પરિવારજનો રણધીકપુર પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને સગીરા સાથે બનેલા બનાવની ફરિયાદ સગીરાના પિતાએ ગઇકાલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત બંન્ને નરાધમો વિરૂદ્ધ બળાત્કાર સહિત અપહરણનો ગુનો નોંધી બંન્નેને દબોચી લેવા ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: