દુ:ખદ: દાહોદમાં વધુ 16 લાશોની અંતિમવિધિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ નગર પ્રમુખ ‌સહિતની ટીમે સ્મશાનની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar

દાહોદ નગર પ્રમુખ ‌સહિતની ટીમે સ્મશાનની મુલાકાત લીધી હતી.

  • દાહોદના હિંદુ સ્મશાન સંસ્થાની નગરપ્રમુખ દ્વારા મુલાકાત લેવામાં આવી

કોરોનાકાળમાં દાહોદની એકમાત્ર હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થા ખાતે સરેરાશ 25 થી વધારે કોરોનાગ્રસ્તોની અંતિમવિધિ યોજાય છે. દાહોદના હિંદુ સ્મશાન ખાતે શુક્રવારે પણ સાંજે 5 સુધીમાં 16 લાશોની અંતિમવિધિ યોજાઈ ચુકી હતી. શહેરના વિવિધ હિંદુ સંગઠનો સાથે જોડાયેલ યુવાનો દ્વારા સરાહનીય સેવાકીય અભિગમ દાખવી અત્રે કોરોનાગ્રસ્તોની લાશની અંતિમવિધિ યોજાય છે. શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં દાહોદના હિંદુ સ્મશાન ઘાટ ખાતે કુલ 16 લોકોની અંતિમ વિધિ યોજાઈ હતી. દાહોઈદનાં એકમાત્ર સ્મશાન ઘાટની મુલાકાત દાહોદ પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલે લીધી હતી.

આ સમયે તેમની સાથે પાલિકાના કાઉન્સિલરો ગોપી દેસાઈ, દીપેશ લાલપુરવાલા અને અત્રે સેવા આપતા કાઉન્સિલર લલિત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમે સ્મશાનઘાટ ઉપર અંતિમવિધિ બાદ પરંપરાગત રીતે પવિત્ર દૂધીમતિ નદીમાં લાકડા સહિત અગ્નિસંસ્કારનો સામાન વગેરે નદીમાં નાંખી દેવાતા નદીનો પટ જામ થઇ જવા પામ્યો છે. જે જોઈને પાલિકા પ્રમુખે સત્વરે જે.સી.બી.મશીન દ્વારા આ નદીની સફાઈ હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: