દીપડાની દહેશત: ​​​​​​​ધાનપુર તાલુકાના ડુમકામાં નીંદર માંણતી મહિલા પર દીપડાનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દીપડાએ જમણો હાથ જડબામાં જકડી લેવાનો પ્રયાસ કરતા મહિલાએ બુમરાણ મચાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડાના આતંકની ઘટનાઓ નવી નથી ત્યારે ફરી એક વાર ધાનપુર તાલુકાના ડુમકામાં પોતાના કાચા મકાનમાં ઉંઘી રહેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો.જેથી મહિલાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં દીપડો ભાગી ગયો હતો. દીપડાએે મહિલાના જમણાં હાથે ઇજા પહોંચાડતા તેને સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લામાં ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં મોટો વન વિસ્તાર છે.ધાનપુર તાલુકામાં તો સુપ્રસિધ્ધ રતનમહાલ રીંછોનુ અભ્યારણ પણ આવેલુ છે.તેવી જ રીતે આ વિસ્તારમાં સૌથી વધુ દીપડા વસવાટ કરે છે.માનવ વસ્તી વન વિસ્તારની નજીક પહોંચી જતા જંગલી પશુઓ રહેણાંક વિસ્તારોમાં પણ આવી ચઢે છે અને હુમલા પણ કરે છે.આવી જ એક ઘટના શનિવારે રાત્રે બની હતી.જેમાં ધાનપુર તાલુકાના ડુમકા વિસ્તારમાં એક મહિલા પોતાના કાચા મકાનમાં ઉંઘતી હતી.તે દરમિયાન એક દીપડો આવી ચઢ્યો હતો અને તેણે મહિલા પર હુમલો કર્યો હતો.તેણે મહિલાનો જમણો હાથ પોતાના જડબામાં જકડી લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા જાગી જતાં તેણે બુમાબુમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા.રાતની નીરવ શાંતિમાં બુમરાણ મચી જતાં દીપડો ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત મહિલાને સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી.આ વિસ્તારમાં માનવો પર દીપડાના હુમલા છાશવારે થતા રહે છે અને ગત વર્ષે એક માનવકભક્ષી બની ગયેલા દીપડાને ઝડપી પાડવા માટે કેટલાયે દિવસો સુધી પીંજરા ઠેક ઠેકાણે મુકવામાં આવ્યા હતા.આ દીપડાને ઝડપી પાડવા પીંજારામાં મારણ મુકવાની સાથે પીંજા પર બકરાના અવાજ સંભળાવતી ટેપ પણ મુકવામાં આવી હતી ત્યારે ઘણી વખત ખેતરોમાં કામ કરતા ખેડૂત પરિવારના સભ્યો પર પણ દીપડાએ હુમલા કર્યા હોવાની ઘટનાઓ પણ બની ચુકી છે.

દાહોદ શહેરમાં પણ દીપડો ઘુસી ગયો હતો ગત વર્ષે જ્યારે કોરોના ધીમી ગતિએ શરુ થયોત્યારે દાહોદ શહેરના પોશ અને મધ્યમાં આવેલા ગોવિંદ નગર વિસ્તારમાં સવારના સમયે દીપડો ઘુસી ગયો હતો.સ્વામી વિવેકાનંદ સંકુલ કે જેને પ્રસંગ પાર્ટી પ્લોટ પણ કહેવાય છે તેના શૌચાલયમાં દીપડો છુપાઇ ગયો હતો અને સવારે સફાઇ કરવા કયેલા સફાઇ કર્મીને દીપડો દેખાયો હતો.ત્યાર પચી દીપડાએ આખો વિસ્તાર માથે લીધો હતો અને છેવટે ડે સ્કુલના કમ્પાઉન્ડમાં તેને ઘાયલ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: