દિવાસાની ઉજવણીને દાહોદ શહેરમાં કોરોનારૂપી બ્રેક લાગી

  • લોકોએ ઘેરબેઠાં જ શ્રદ્ધાભેર દિવાસોનું પારંપરિક વ્રત ઉજવ્યું

દિવ્ય ભાસ્કર

Jul 23, 2020, 04:00 AM IST

દાહોદ. સોમવારે દાહોદમાં અનન્ય શ્રધ્ધા સાથે દિવાસો પર્વની ઉજવણી થઇ હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં બહુધા દાહોદવાસીઓએ ઘરે રહીને જ પોતાની શ્રદ્ધા મુજબ દશામાની સ્થાપના કરી હતી. તો અમુક લોકોએ નજીકના દેવસ્થાનોમાં જઈને શ્રદ્ધાપૂર્વક પૂજા – આરાધના કરી હતી. દિવાળીના પાવન પર્વને આ દિવસથી હવે 100 દિવસ બાકી રહેતા હોઈ લોકો આ પર્વ નિમિત્તે પૂજા બાદ ઘરે પારંપારિક રીતે કંસાર બનાવીને આરોગે છે.

કિવદંતી અનુસાર તમામ સો દિવસ કોઈને કોઈ નાનું મોટું પર્વ નિર્ધારિત હોય છે. જો કે કેટલાંક વર્ષોથી દિવાસોના દિવસે જ દશામાનું પણ સ્થાપન થતું થયું હોઈ દશામાના પર્વ તરીકે પણ દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દશામાની પ્રતિમાથી લઈને વસ્ત્ર અલંકાર અને સજાવટના વિવિધ શસ્ત્ર-સરંજામની ખરીદી માટે દશામાના ભક્તો, કોરોનાના લીધે દાહોદમાં સ્વૈચ્છિક લોકડાઉન હોવા છતાં દાહોદની બજારોમાં ઉમટતાં ચહલપહલ જોવા મળી હતી. તો બીજા દિવસે મંગળવારથી પવિત્ર શ્રાવણ માસનો પણ શુભારંભ થયો હોઇ તેને આનુષંગિક ખરીદી માટે પણ લોકો બજારોમાં ફરતા જોવાયા હતા. શહેર સહિત જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં પારાવાર વૃદ્ધિ થઇ છે ત્યારે લોકોએ આ પર્વે ટોળાબંધ ઉમટવા બદલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને મોઢે માસ્ક પહેરીને આરાધના કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: