દિવાળીનો માહોલ: અગિયારસથી દિવાળીનો માહોલ જામ્યો, 11મી તિથિ, 11 તારીખ, 11માે મહિનાે : અનોખો ત્રિવેણી સંગમ
દાહોદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
દીવાળીના પ્રારંભે જ દાહોદના બજારો ભીડથી ઉભરાતા વેપારી આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો.
દીપોત્સવના મહાપર્વનો આસો વદ : અગિયારસથી શુભારંભ થતાં જ દાહોદના બજારમાં ચહલપહલ વધી હતી. કોડિયા, રૂ ની દિવેટ, જુવારની ધાણી, રોશની, ઝુમ્મર, રંગોળીના રંગ ગાયગોહરીનો શણગાર જેવી અનેક નાનીમોટી ચીજવસ્તુઓની ખરીદી સવારથી સાંજ લગી દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ કરી હતી. તો સાથે સાથે આ દિવસે બુધવાર હોઈ દાહોદના નેતાજી બજારમાં ટોપલા, સુપડાં, ઝાડુ, અનાજ ભરવાના કબલાં જેવી વાંસની બનાવટો વેચતા લોકોએ હાટબજાર આરંભાયું ન હોઈ બજારમાં પાથરણાંરૂપે બેસીને તેનો વેપાર કર્યો હતો.
બે દિવસ બાદ ધનતેરસના પર્વે ચોપડાપૂજન કરવાનું હોઈ વેપારીઓએ જે તે સ્ટેશનરીવાળાને ત્યાંથી ચોપડાની ખરીદી કરવાનો પણ આરંભ કર્યો છે. આ વર્ષે કોરોનાના કારણે અત્યાર સુધી બજારો શુષ્ક રહેતા વેપારીઓમાં નિરાશા પ્રવતર્તી હતી. જે બદલે છેલ્લા બે દિવસથી થોડોઘણો વેપાર નીકળતા વેપારીઓમાં પણ મહદ્દ અંશે ઉત્સાહ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે રમા એકાદશી તરીકે ઓળખાતી અગિયારસ સાથે ઈસવીસન વર્ષનો 11 મો મહિનો અને તેમાંય વળી 11 તારીખનો ત્રિવેણી સંગમ રચાયો તે સપરમા ટાણું લાંબા સમય બાદ રચાયું છે.
દીપોત્સવના દિવસોમાં સાંજની રોનક ઓછી થઈ
સામાન્ય રીતે દાહોદના યુવાવર્ગમાં વર્ષોથી અગિયારસથી દિવાળી દરમ્યાન સાંજના સમયે એમ.જી.રોડથી લઈ પાલિકા ચોક સુધી મોટી સંખ્યામાં ખાસ કરીને યુવાધન ઉમટે છે. તો નવા વર્ષની સાંજે સ્ટેશન રોડ ઉપર ફરવા જવાની પણ વણલખી પરંપરા છે. આ વખતે મોટાભાગના યુવાવર્ગે કોરોનાના કારણે ભીડ ન થાય તે આશયે દર વર્ષની માફક સાંજે ફરવા નહીં નીકળવાનું નક્કી કર્યું હોવાની જાણકારી મળી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed