દિલ્હી-મુંબઇ હાઇસ્પીડ કોરિડોર: દાહોદથી ચંચેલાવ વચ્ચેનો રેલવે ટ્રેક હાઇસ્પીડ ટ્રેનો માટે સ્પીડબ્રેકર બન્યો
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 1384 કિમી લાંબા રૂટમાં અહીં જ મોટી સમસ્યા : ગોધરાથી રતલામ સુધી ત્રણ ગ્રેડિએન્ટ અને આઠ કર્વ રેલવે માટે માથાના દુખાવા સમાન160ની સ્પીડે ટ્રેન દોડાવવાની તૈયારી
- પ્રયાસો બાદ પણ 120થી 130ની જ સ્પીડ મળી }ગોધરા-નાગદા સહિત 1384 કિમી ટ્રેક પાસે ફરી બાઉન્ડ્રીવોલ બનાવવાનું શરૂ કરાશે
કોરોના મહામારી હવે કોઇ બાધા નહીં નાખે તો આગામી પાંચ વર્ષમાં 1384 કિમી લાંબા દિલ્હી-મુંબઇ રૂટ ઉપર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકે દોડવા લાગશે. કોવિડ-19ની અસર ઓછી થયા બાદ રાજધાની રૂટના રતલામ સહિત તમામ મંડળોએ ફરીથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, દિલ્હી-મુંબઇ રૂટમાં માત્ર રતલામ મંડળમાં ગોધરાથી રતલામ વચ્ચેના કેટલોક ભાગ ટ્રેનોને 160ની સ્પીડે દોડવવવા માટે સ્પીડબ્રેકર સાબિત થઇ રહ્યો છે. પ્રયાસો બાદ અત્યારે 130ની જ સ્પીડ મળી શકી છે. તેનું સૌથી મોટંુ કારણ ત્રણ ગ્રેડિએન્ટ અને આઠ કર્વ છે.
તેમાં પણ લીમખેડાથી મંગલમહુડી સ્ટેશન વચ્ચે 2.4 કિમી અને સંતરોડથી ચંચેલાવ સ્ટેશન વચ્ચે 1.9 કિમીમાં એક ઇન 150નું ગ્રેડિએન્ટ સૌથી મોટી સમસ્યા સર્જે છે. આ સિવાય સંતરોડ સ્ટેશન યાર્ડમાં 2 ડિગ્રી, દાહોદ યાર્ડમાં 1 ડિગ્રી, દાહોદ-બોરડી વચ્ચે 3 ડિગ્રી, પંચપીપલિયા યાર્ડમાં 3 ડિગ્રી, પંચપીપલિયા -અમરગઢ વચ્ચે 3થી5 ડિગ્રી અને રતલામ એ કેબિને3 ડિગ્રીના કર્વ છે. તેના કારણે ટ્રેન પૂર્ણ ગતિમાં દોડાવી શકતી નથી. સૌથી મોટી કામગીરી ટ્રેકની સુરક્ષા, પશુ સાથે લોકોનું આવાગમન અને જમીન ઉપર થતાં દબાણ રોકવા માટે બનાવવામાં આવનાર બાઉન્ડ્રી વોલની છે.
આ બાઉન્ડ્રીવોલ ગોધરાથી નાગદા સુધીના 229 કિમીમાં પણ બનાવવામાં આવશે. આ કામગીરી 2019માં શરૂ કરાઇ હતી. પરંતુ પાછળથી કામ બંધ કરી દેવાયુ હતું. હવે રેલવેએ ફરીથી ટેન્ડર પ્રોસેસમાં લીધુ છે. આ સિવાય ટ્રેક અને બ્રિજને પણ મજબૂત બનાવવામાં આવશે. આશરે 210 ક્રોસિંગ પોઇન્ટની જૂની સ્વિચના સ્થાને નવી ટેકનિકવાળી થીક વેબ સ્વીચ લગાવવામાં આવશે.
160 કિમી પ્રતિ કલાકની સ્પીડ માટે રતલામ-નાગદા ટ્રેકને મજબૂત બનાવાઇ રહ્યો છે
રેલવે ખંડોની હાલની સ્પીડ ( કિમી/કલાક) | |
ક્યાંથી ક્યાં સુધી | સ્પીડ |
મુંબઇ-ગોધરા | 130 |
ગોધરા-લીમખેડા | 120 |
લીમખેડા-મેઘનગર | 110 |
મેઘનગર-રતલામ | 100 |
રતલામ-નાગદા | 130 |
નાગદા-કોટા | 130 |
કોટા-મથુરા | 130 |
મથુરા-દિલ્હી | 130 |
RCC અને સ્ટીલ ફેન્સિંગની વોલ બનશે
ગોધરા-નાગદા સેક્શનમાં 2019માં દાહોદ નજીકથી બાઉન્ડ્રીવોલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જુદા-જુદા સ્ટેશનોએ આશરે 10 કિમી બાઉન્ડ્રીવોલ તૈયાર થઇ શકી હતી. ત્યાર બાદ આ અંગેની કામગીરી બંધ થઇ ગઇ હતી. હવે 219 કિમીમાં આરસીસી અને સ્ટીલ ફેન્સિંગ એમ બંને પ્રકારની બાઉન્ડ્રીવોલ બનાવવામાં આવશે. વધુ આાવાગમનવાળા સ્થળે આરસીસી અને ઓછા ટ્રાફિકવાળા વિસ્તારોમાં સ્ટીલ ફેન્સિંગ લગાવાશે. ટ્રેકની સુરક્ષા, પશુ સાથે લોકોનું આવાગમન અને જમીન ઉપર થતાં દબાણ રોકવા માટે બનાવવામાં આવનાર બાઉન્ડ્રી વોલ એ સૌથી મોટી કામગીરી છે.
પ્રોસેસ પૂર્ણ થયા બાદ કામ શરૂ કરાશે
દિલ્હી-મુંબઇ રૂટના રતલામ મંડળના ટ્રેકની બંને તરફથી બાઉન્ડ્રીવોલ બનાવાશે. ટેન્ડર કાઢી દીધા છે. તેની પ્રોસેસ પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરી દેવાશે. રતલામ-નાગદા ટ્રેકને 160 કિમી પ્રતિ કલાકની સ્પીડ માટે મજબૂત બનાવાઇ રહ્યો છે. ગોધરા-રતલામ વચ્ચે અત્યારે 100થી 120ની સ્પીડે ટ્રેન ચાલી રહી છે. > વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ
આ લાભ થશે
- દિલ્હી- મુંબઇની મુસાફરી 12.30થી 13 કલાકમાં પૂર્ણ થઇ શકશે. અત્યારે 13.45થી 13.50 કલાક લાગે છે.
- રાજધાની ટ્રેન ઓવર નાઇટ એક્સપ્રેસ તરીકે દોડાવી શકાશે.
- ટ્રેક મજબૂત બનતાં ગુડ્સ ટ્રેનો વધુ ઝડપે દોડી શકશે. આવકમાં પણ વધારો થશે.
- વિવિધ સ્પીડ બ્રેકરો અને અવરોધો દૂર થતાં નવી હાઇસ્પીડ ટ્રેનો દોડાવવામાં સરળતા રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed