દાહોદ હારશે કોરોના: દાહોદમાં કોરોના રસીકરણના બીજા રાઉન્ડમાં 800 કોરોના વોરિયર્સનું રસીકરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહાદે2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રસીકરણના પ્રથમ રાઉન્ડમાં 12,657 કોરોના વોરિયર્સને રસી અપાઈ હતી દાહોદ જિલ્લામાં હાલ ફક્ત 7 એક્ટિવ કેસ
  • દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 93 લોકોના મૃત્યુ

દાહોદ જિલ્લામાં કોરોનાના ઘટી રહેલા સંક્રમણ વચ્ચે રસીકરણના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂકયો છે. જિલ્લામાં 800થી વધુ આરોગ્યકર્મીઓને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો હતો. જિલ્લામાં 16 જાન્યુઆરીથી થયેલા રસીકરણના પ્રારંભ બાદ પ્રથમ તબક્કામાં 12,657 કોરોના વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે.રસી અપાયાને એક મહિનાનો સમય પૂર્ણ થઈ જતા હવે બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામા આવી છે.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,816 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે.જેમાં 2710 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.તો 93 દર્દીઓના મૃત્યુ થયા છે.જો કે, છેલ્લા પચીસ દિવસથી જિલ્લામાં 10 થી ઓછાજ કેસ નોંધાઈ રહ્યા છે.હાલ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 7 છે.

રસીકરણના પ્રથમ ચરણમાં જિલ્લામાં આરોગ્ય વિભાગના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તેમજ અન્ય સરકારી કર્મીઓ,પોલીસ વિભાગ તેમજ વહીવટી કર્મચારીઓનુ રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યુ છે.જેમાં કુલ 12,657 કર્મીઓને રસીકરણ કરી દેવામાં આવ્યુ છે.ત્યારે સમય મર્યાદામાં બીજી વાર પણ રસી આપવાની હોય છે, જેથી જિલ્લામાં રસીકરણનો બીજો રાઉન્ડ પણ શરુ કરી દેવામાં આવ્યો છે અને બીજા રાઉન્ડમાં પણ 842 જેટલા કોરોના વોરિયર્સનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીના કોરોના વોરિયર્સના રસીકરણની કામગીરી હાલ પણ જિલ્લામાં જુદા જુદા મથકોએ ચાલી રહી છે.

જિલ્લામાં કરવામાં આવેલુ રસીકરણ

તાલુકો રાઉન્ડ-1 રાઉન્ડ-2 દાહોદ 3436 205 દેબારીયા 1512 95 ધાનપુર 963 100 ફતેપુરા 1302 101 ગરબાડા 993 100 લીમખેડા 1902 103 સંજેલી 523 00 ઝાલાેદ 2026 136 કુલ 12657 842






Related News

Comments are Closed

%d bloggers like this: