દાહોદ સ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા લાભ પાંચમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

 
 
 
 
 
 

દાહોદ સ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા લાભ પાંચમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ દોલતગંજ બઝારમાં આવેલ જૈન ઉપાશ્રય સ્થિત પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી શાશનરસા અને શ્રી લબ્ધીરસા મહારાજ સાહેબ ના સાનિધ્યમાં સવારે  પેહલા લાભ પાંચમ નિમિતે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવી. ત્યાર પછી લાભ પાંચમ ના પાવન દિવસે કેવળજ્ઞાન માટે આરાધના કરવામાં આવી. પછી બાળકો દ્વારા પાંચ ધાન, નૈવેધ અને શ્રીફળ તથા નોટ પેન્સિલ સરસ્વતી દેવી સમક્ષ મૂકી પૂજા કરવામાં આવી હતી. અને ત્યારબાદ સમસ્ત દાહોદ જૈન સમાજ દ્વારા દીવો પ્રગટાવી ને સરસ્વતી દેવીની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી. દાહોદ જૈન ઉપાશ્રયમાં મહાવીર સ્વામી ભગવાન નું કેવળજ્ઞાન નું ચિત્ર અને છેલ્લું સમોવરસરણ બનાવવામાં આવ્યું હતું જેના દર્શન સમગ્ર જૈન શ્રાવક અને શ્રવિકો દ્વારા કરવામાં આવ્યા હતા. આમ ધર્મ અને વિજ્ઞાન ની પ્રાપ્તિ અર્થે દાહોદ જૈન સમાજ દ્વારા લાભ પાંચમની ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
 


Related News

Comments are Closed

%d bloggers like this: