દાહોદ સોની સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજના જન્મ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.૧૩/૧૦/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ મેઢ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પુરુષો, મહિલાઓ તથા બાળ ગોપાલ સર્વે જોડાયા હતા. શોભાયાત્રા એમ.જી.રોડ સ્થિત મેઢ ક્ષત્રિય સોની સમાજની વાડી થી ગાંધી ચોક થી દોલત ગંજ બજાર થઈ ગૌશાળા વાળા રસ્તે રળીયાતી રોડ થઈ રાધે ગાર્ડન પહોંચી હતી. રાધે ગાર્ડન ખાતે સમગ્ર સુવર્ણ સમાજના મહિલાઓ તથા બાળ ગોપાલ દ્વારા ગરબા તેમજ શ્રી અજમીઢજીની આરતી ઉતરવામાં આવી હતી. ત્યારબાદ ભોજન પ્રસાદીનું આયોજકો  દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને છેલ્લે આસોની રઢિયાળી રાતે શરદપૂનમના તહેવાર નિમિત્તે દુધ પૌંવાના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: