દાહોદ સાંસદે નર્સ-પેરામેડિકલ સ્ટાફ માટે 2300 રાખડી મોકલી

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

દાહોદ. વિશ્વભરમાં કોરોના મહામારીથી પ્રજા ત્રસ્ત થઇ રહી છે. આવા સમયે કોરોનાની બીમારીમાં સપડાતા દર્દીની રક્ષા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ ખડે પગે કરી રહ્યા છે. ત્યારે દાહોદ જિ.ના આ કોરોના વોરિયર્સ માટે સાંસદ જશવંતસિંહજી ભાભોરે ભાવવાહી પત્ર લખી 2300 જેટલી રાખડીઓ મોકલી તેમની રક્ષા માટે પરમાત્માને પ્રાર્થના કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ‘કોરોના દર્દીઓને સાજા કરવા જાતની પણ પરવા કર્યા વગર અખંડ યોદ્ધાની જેમ ઝઝૂમી રહ્યાં છો ત્યારે આપની રક્ષા માટે રક્ષાબંધને હું પ્રાર્થના કરી આપ સૌ માટે આ રાખડીઓ મોકલું છું, તેમજ આપનું અભિવાદન કરું છું.’ આનાથી કોરોના યોદ્ધાઓમાં ઉત્સાહનો અનેરો સંચાર થયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: