દાહોદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા પ્રવાસન નિગમના ડિરેક્ટર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનું બહુમાન કરવામાં આવ્યું
KEYUR PARMAR – DAHOD
દાહોદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા વર્ધમાન તપ આરાધક શ્રી કલ્પજ્યોતિ મહારાજ સાહેબ આદિથાણા ત્રણની નિશ્રામાં ચાતુરમાસ દરમિયાન વિવિધ ધાર્મિક અને આરાધનાના કાર્યક્રમો દાહોદ જૈન ઉપાશ્રયમાં યોજાય છે. અને દર રવિવારે ખાસ કાર્યક્રમો સમાજના ઉત્થાન માટે યોજાય છે. અને આવા જ એક કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પ્રવાસન નિગમના ડિરેક્ટર, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનું બહુમાન કરવામાં આવ્યું. જેમાં પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીર લાલપુરવાલાનું સ્વાગત દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહએ કર્યું, જયારે નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદીનું સ્વાગત નયનાબેન શાહ તથા વિરાજબેન શાહએ કર્યું હતું અને ઉપપ્રમુખ ગુલશનભાઈ બચ્ચાણીનું સ્વાગત દીપકભાઈ શાહએ કર્યું હતું. અને ત્યાર બાદ ગુરુ મહારાજે ત્રણેને આશીર્વચન આપ્યા હતા. દાહોદ શ્વેતાંબર જૈન સમાજને સહયોગ અને સહકાર બદલ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો અને જેકોટ ખાતેના ઉપાશ્રય માટે પણ જમીન માટે સહયોગ કરવાની સુધીરભાઈએ ખાતરી આપી હતી.
Related News
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારતRead More
હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યાRead More
Comments are Closed