દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉઘાડ નીકળતાં રાહત

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર સહિત જિલ્લામાં સતત એક સપ્તાહ સુધી વરસાદ વરસ્યા બાદ છેલ્લા ચાર દિવસથી વાતાવરણ ખુલી જતા સહુ જિલ્લાવાસીઓને રાહત થવા પામી છે. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગત સપ્તાહે થયેલા સરસ મજાની મેઘમહેરથી જિલ્લાના તમામ જળાશયો અને નદીનાળા તેમજ તળાવો છલકાઈ જવા પામ્યા છે.

સાથે સાથે વર્તમાન ચોમાસું ખેતીથી લઇ આગામી સમયે શિયાળુ ખેતી માટે પણ ફાયદેમંદ એવા આ વરસાદ બાદ હવે છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં સતત સરસ મજાનો ઉઘાડ આવતા લોકોને રાહત થવા પામી છે. તા.28.8.20 ને શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લાના ગરબાડા અને લીમખેડામાં 5 -5 મીમી, દેવગઢ બારિયામાં 4 મીમી અને સીંગવડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

0






Related News

Comments are Closed

%d bloggers like this: