દાહોદ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

 
 
THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
દાહોદ વિશ્વ યોગ દિવસ નિમીત્તે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસે સવારે ૦૨:૦૦ કલાક ૦૬:૦૦ વાગ્યા થી ૦૮:૦૦ વાગ્યા સુધી એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ૭ (સાત) જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ પોલીસ પરેડ ગાઉન્ડ ઉપર વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નગર સેવા સદન દ્વારા કેશવ માધવ રંગ મંચ, રેલ્વે દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, લિટલ ફ્લાવર શાળામાં અને અન્ય સ્થળોએ પૂર્વ તૈયારીઓ સાથે ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં દાહોદ પોલીસ વહીવટી તંત્રના વિજય ખરાડી કલેકટર દાહોદ, આર.કે. પટેલ ડી.ડી.ઓ, આર એમ ખાંટ નાયબ કલેકટર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ નિનામાં, પ્રાથમિક શિક્ષણ અધિકારી જે. એસ.વ્યાસ, શાળાના બાળકો, દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, નગર પાલિકાના કાઉન્સિલર અને દાહોદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને યોગ શિબિરનું માર્ગદર્શન દાહોદ પતંજલીના યોગ વિદો દ્વારા સતત ૦૨:૦૦ કલાક સુધી આપી અને યોગ શિવવાની અલગ અલગ ક્રિયાઓ કરાવી હતી. આ આયોજન દાહોદના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. તેઓએ કહ્યું હતું કે યોગ થી સ્વસ્થ શરીર સ્વસ્થ લોકો અને સ્વસ્થ શહેર અને આ બધુજ સ્વસ્થ તો ભારત સ્વસ્થ મોદીજીના આ ઉદ્દેશ્યથી સમગ્ર ભારત તંદુરસ્ત બને અને વધુને વધુ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: