દાહોદ શહેરની દૌલતગંજ કન્યા શાળા પરિવાર તરફથી શાળાના કાયમી દાતા દીપકભાઈ શાહનું સમ્માનપત્ર આપી સ્વાગત કર્યું

HIMANSHU PARMAR – DAHOD

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ દોલતગંજ કન્યા શાળા પરિવાર તરફથી દીપકભાઈ શાહને સમ્માનપત્ર આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. દીપકભાઈ શાહ દૌલતગંજ કન્યા શાળાના કાયમી દાતા પણ છે. તેઓ શાળા પ્રત્યે કાર્યનિષ્ઠ અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ ધરાવે છે. શાળાને જ્યારે જરૂર પડે ત્યારે દાનની ધારા સતત વહાવ્યે રાખે છે. શાળામાં કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ હંમેશા હાજર થઈ જાય છે.
       શાળાના બાળકોને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ યેનકેન પ્રકારે મદદરૂપ થાય છે. તેઓ હંમેશા કહે છે કે શાળા અને બાળકો પ્રત્યેની મારી લાગણીમાં મે ક્યારેય ઓટ આવવા દીધી નથી અને આવવા દઇશ પણ નહીં.
       શાળા પરિવાર આવા સેવાભાવી કાર્યકર્તાને શત શત નમન કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તેમનું સ્વસ્થ્ય સારું રહે અને તેમનો સાથ અને સહકાર શાળાને નિરંતર મળતો રહે. દોલતગંજ કન્યા શાળા પરિવારના ટ્રસ્ટી, આચાર્ય અને સ્ટાફના દરેક કર્મચારી દીપકભાઈ શાહને સમમાનપત્ર આપી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: