દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત શક્તિ નગર સોસાયટી ખાતે નાના ભૂલકાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
HIMANSHU PARMAR – DAHOD
આજ રોજ તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભારત દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફાઈ અભિયાન “સ્વચ્છ આંગણું, સ્વચ્છ ગામ” ને આગળ વધારતા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત આવેલ શક્તિ નગર સોસાયટીના નાના નાના ભૂલકાઓએ મોટા વ્યક્તિઓને પોતાની સમજ શક્તિનો પરિચય આપતા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને પૂરી સોસાયટીને પોતાના હાથમાં ઝાડુ લઈને સાફ કરી મોટા લોકોને સફાઈ અભિયાન દ્વારા એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે પૂરા દાહોદ શહેરના લોકોને સફાઈ માટે જાગૃત કરવાનો આ નવો અભિગમ હાથ ધર્યો હતો.
Related News
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજRead More
Comments are Closed