દાહોદ શહેરના દરજી સમાજ નું ગૌરવ – દ્રોણ કેયુર પરમાર : ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

હાલમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ખેલ મહાકુંભ – ૨૦૧૯ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, દેવગઢ બારિયા ખાતે તા.૧૬/૦૯/૨૦૧૯ ને સોમવારના રોજ ભાઈઓની અંડર – ૧૪, અંડર – ૧૭ અને ઓપન એજ ગ્રુપની કરાટેની સ્પર્ધા યોજાઈ. જેમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના દરજી સમાજનો દીકરો દ્રોણ કેયુરકુમાર પરમાર (દરજી) કે જે હાલ અનાજ મહાજન સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત અર્બન પ્રાથમિક શાળાના ધોરણ ૬ – બ માં અભ્યાસ કરે છે તે ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધા (ભાઈઓ) માં પોતાના વય ગૃપમાં અંડર – ૧૪ વય ગૃપમાં (૪૦ કિ.ગ્રા. થી ૪૫ કિ.ગ્રા. વજન) ની કેટેગરીમાં કુમિતે (ફાઈટ) માં પ્રથમ (૧ લો) નંબરે આવી સંસ્થા, દાહોદ શહેર, દરજી સમાજ, શાળાનું તથા તેમના કોચ કલ્પેશ એલ. ભાટીયાનું નામ રોશન કરેલ છે. તે બદલ દરજી સમાજના અગ્રણીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે. અને તે રાજ્ય કક્ષાએ પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવા આશિષ આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: