દાહોદ શહેરનાં રેલ્વે સ્ટેશન પર G.R.P. નાં નવા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન થયું

PRAVINBHAI PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેર દાહોદનાં રેલ્વે સ્ટેશન પર આજે પશ્ચિમ રેલ્વે, વડોદરા ડીવીઝનના Dy. S. P. તરુણ બારોટ સાહેબનાં વરદ્દહસ્તે G.R.P.નાં નવા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દાહોદ રેલ્વે સ્ટેશન અધિક્ષક સત્યવીરસિંહ, R.P.F. P.I. સતીષકુમાર સાહેબ, ગોધરા રેલ્વે સ્ટેશનના P.S.I. જે.એન. બોડા સાહેબ, દાહોદ રેલ્વે સ્ટેશનનાં P.S.I. લક્ષ્મણગીરી લાલગીરી સાહેબ, G.R.P. સ્ટાફ,  ભાજપના મંત્રી દિપેશભાઈ લાલપુરવાલા, નગરપાલિકાના કાઉન્સિલ નીરજભાઈ દેસાઈ, માજી કાઉન્સિલર રાકેશભાઈ માળી તથા દાહોદ શહેરનાં અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
વધુમાં આ પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન માટે આવેલ તરુણ બારોટ સાહેબે એક નાની બાળકીના હસ્તે પોલીસ સ્ટેશનની રીબીન કપાવી અને નાળિયેર વધેરાવીને ઉદ્દઘાટન કરાવ્યુ હતું.
આ પોલીસ સ્ટેશન માટે કુલ 67 વ્યક્તિ નો મહેકમ છે. પરંતુ હાલમાં અહીંયા કુલ 19 પોલીસ કર્મીઓ હાજર છે જેમાં 1 પી.એસ.આઈ., 4 A.S.I., 4 H.C., 4 મહિલા અને બાકીના P.C. તરીકે ફરજ બજાવશે. અહીં આ પોલીસ સ્ટેશન ખૂલવાથી જે લોકોને ચોરી કે લૂંટના બનાવ સંદર્ભે ગોધરા ના બદલે દાહોદ ખાતે જ લોકોને આ સુવિધાઓનો લાભ મળશે. તેવુ Dy.S.P. બારોટ સાહેબે કહ્યું હતું અને તેઓએ ઉમેર્યું હતુ કે આ પોલીસ સ્ટેશન હંગામી ધોરણે રાખવામાં આવેલ છે જ્યારે નવું ભવન ઝડપભેર બાંધવામાં આવશે.


Related News

Comments are Closed

%d bloggers like this: