દાહોદ રેલવે કર્મીઓની સતર્કતાથી બચી બે મુસાફરોની જાન , પણ 108 ન.GJ 18 GA 3104 ના 2 મેલ નર્સનો વ્યવહાર ખરાબ હોવાની Newstok24 ને રજુઆત, 108માંથી સ્ટ્રેચર પણ ગાયબ ????

 

દાહોદ રેલવે કર્મીઓની સતર્કતાથી બચી બે મુસાફરોની જાન , પણ 108 ન.GJ 18 GA 3104 ના 2 મેલ નર્સનો વ્યવહાર ખરાબ હોવાની Newstok24 ને રજુઆત, 108માંથી સ્ટ્રેચર પણ ગાયબ ????
દાહોદ આજે બે મુસાફરો અલગ અલગ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક પુરુષ અને એક મહિલાની તબિયત બગડી હતી. પેહલી ઘટનાની હકીકત જણાવતા રેલવેના એક કર્મચારીએ  Newstok24 સાથે વાત ચિતમાં જણાવ્યું હતું કે આજે બપોરે 4.23વાગ્યાની જમ્મુતાવી એક્સપ્રેશન જનરલ કોચમાં એક દારૂ પીધેલા મુસાફરને નાકમાંથી લોહી નીકળતું હતું અને ફિટ આવતા તબિયત લથડી હતી. રેલવે ને જાણ થતાં તે મુસાફર એકલો હતો અને દવા સારવારની ના પડતો હતો પણ તેને સમજાવી દાહોદ સ્ટેશને ઉતારી લેવાયો અને સમજાવી રેલવે ના અટેનડેન્ટ ડોકટરે તેને 108 બોલાવી દાહોદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો જ્યાં હાલ તેઓની તબિયત સારી છે.જેના લીધે ટ્રેન 17 મિનિટ લેટ થઈ હતી.

જ્યારે બીજી ઘટનામાં એક મહિલાને 20.19 વાળી રાત્રી ની જમ્મુતાવીમાં એક્સપ્રેસ ટ્રેનમાં તાવ આવતા અને હાઇપોટેન્સન
( BP -66/ur mmhg ) lm વોમીટ થતા દાહોદ સ્ટેશને ટ્રેન રોકી દાહોદ સ્ટેશન માસ્તરે 108 ને બોલાવી હતી અને અટેન્ડન્ટ ડોકટર પેશન્ટ ને 108માં ચઢાવવા ગયા તો પેહલા 108 ન. GJ 18 GA 3104 ના બે મેલ નર્સ કર્મચારીઓએ તોછડાઈ ભર્યું વતન કર્યું અને રેલવે ના ડોકટર ને કહ્યું કે સ્ટ્રેચર નથી. જેથી સ્ટેશન માસ્તરે ઇમેરજેનસી સ્ટ્રેચર આપ્યું તો આ108 ના  બંને મેલ નર્સ એ પેશન્ટ ને 108માં ચઢાવવામાં મદદ કરવાની પાડી અને કોઈ મદદ પણ ના કરી રેલવેના ડોકટર અને ત્યાં હાજર લોકોએ મદદ કરી પેશન્ટ સાથે 108 સિવિલ રાવણ કરી અને પેશન્ટ ને ભરતી કરાવ્યા.હાલ આ પેશન્ટ ની તબિયત પણ સારી છે. આ ટ્રેન પણ15 – 20મિનિટ લેટ થઈ હતી.

પરંતુ દેખવાની  મોટી વાત એ છે કે 108 જેવી આવી ઇમેરજેનસી સેવાઓમાં જો આવા અક્કડ વલણ ધરાવતા સ્ટાફ હશે તો શુ ઇમરજનસી પેશન્ટ આવી તુતું મેમેમાં યમરાજને બલી ના ચઢી જાય??? તો આવા કર્મચારીઓ પર કોઈ કાર્યવાહી થશે ખરી??

બીજું કે જો 108 ઇમરજન્સી સર્વિસમાં  જતી હોય તો સ્ટ્રેચર ની સુવિધા વગર જાય તો તે પેશન્ટ અને ઇમરજન્સી સર્વિસીસ ની મજાક ઉડાવતું હોય તેવું નથી જણાતું???  શુ સ્ટ્રેચર વગર પેશન્ટ ને પત્રા ઉપર સુવડાવીને લાવતા??? આતો રેલવે સ્ટેશન હતું એટલે ત્યાં સ્ટ્રેચર હતું પરંતુ જો અન્ય સ્થળે હોય તો કદાચ સ્ટ્રેચર ની વ્યવસ્થા કે રાહ જોવામાંજ પેશન્ટના રામ રમી જાય. તો આ બાબતે જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ 108 ની સેવાના ઊંચ અધિકારીઓ આ વાત ને કેટલી ગંભીરતા લે છે તે જોવું રહ્યું. અને આવી નિષ્કાળજી દાખવનારાઓ અને ઉદ્ધતાઈથી વર્તન કરવાવાળા તમામ કર્મચારીઓ ને સજા થવીજ જોઈએ જેથી ભવિષ્યમાં આવી ભૂલ કોઈ ના કરે અને લોકોના જીવન સાથે ચેડાંના થાય તેવી રેલવે ના કર્મચારીઓ , પેશન્ટ તેમજ લોકોની માંગણી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: